કીડી અને સિંહની મિત્રતા

સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (12:51 IST)
એક જંગલમાં બે મિત્ર રહેતા હતા - એક સિંહ અને એક કીડી.  બંને કદ-કાઠી રંગ-રૂપમાં એકબીજાથી બિલકુલ જુદા જ હતા. અહી સુધી કે તેમના વિચાર પણ જુદા હતા. તેમ છતા એ બંને ખૂબ સારા મિત્ર હતા.  એક દિવસ વાત કરતી સમયે વાઘે કીડીને કહ્યુ કે કીડી તુ ખૂબ જ નાનકડી છે.   તુ કોઈને મદદ નથી કરી શકતી.  હુ જંગલનો રાજા છુ અને બળવાન છુ. તને ક્યારેય મારી જરૂર પડે તો મને બોલાવી લેજે.  સિંહનો ઘમંડ જોઈને કીડી  મનમાં જ હસવા લાગી અને બોલી ઠીક છે વનરાજ.. 
 
એકવાર જંગલમાં એક મદમસ્ત હાથી આવ્યો. રાજા સિંહ સૌને બચાવવા માટે હાથી સાથે બાથે વળગ્યો. પણ હાથી તો મદમસ્ત હતો. તેને હરાવવો કોઈના ગજાની વાત નહોતી. સિંહના વશમાં કશુ જ નહોતુ અને હાથીએ સિંહને હરાવી દીધો.  પોતાના થાકેલા મિત્ર સિંહને જોઈને કીડીને ખૂબ ગુસ્સો અવ્યો. તેણે એક તરકીબ વિચારી.  કીડી હાથીની સુંઢમાં ઘુસીને તેના મગજ સુધી પહોંચી ગઈ.  કીડીએ હાથીના મગજની એક નસ કાપી નાખી. જેનાથી હાથી પસ્ત થઈ ગયો અને મરી ગયો. 
 
ત્યારબાદ સિંહે પોતાની મિત્ર કીડી પાસે પોતાની ઘમંડ માટે માફી માંગી અને બંને મિત્ર હસતા હસતા પોતાના રસ્તે ચાલી નીકળ્યા. 
 
શિક્ષા/પાઠ - આપણે ક્યારેય પણ અભિમાન ન કરવુ જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર