મહિલાને બેડરૂમમાંથી આવી રહ્યો હતો સાપના ફૂંફાડાનો અવાજ, સત્ય સામે આવ્યું શરમાઇને થઇ ગઇ પાણી પાણી

શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (09:31 IST)
સાપનું નામ સાંભળીને તો પરસેવો છૂટી જાય છે, એવામાં જરા વિચારો કે અચાનક બેડરૂમમાં સાપના ફૂંફાડાનો અવાજ આવવા લાગે તો તમારી શું હાલત થશે. જી હાં સિંગાપુરમાં એક મહિલાની સાથે કંઇક આવું જ થયું. પોતાના બેડરૂમમાં કોબરાના ફૂંફાફાનો અવાજ સાંભળીને તે એટલી હદે ગભરાઇ ગઇ કે તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને ફોન કરી દીધો. 
 
જો કે સિંગાપુરમાં એક મહિલાને પોતાના બેડરૂમમાંથી કોબરા સાપના ફૂંફાડાનો અવાજ સંભળાતો હતો. ઉતાવળતમાં તેણે રેસ્ક્યૂ ટીમને બોલાવી લીધી. પરંતુ જ્યારે રેસ્ક્યૂ ટીમ સાપ પકડવા પહોંચી તો નજારો કંઇક અલગ જ નિકળ્યો. 
 
npr.org ના એક રિપોર્ટ અનુસાર રેક્સ્યૂ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી જ્યારે કોબરાની શોધખોળ શરૂ કરી તો ખબર પડી કે અવાજ કોબરાના ફૂંફાડાનો નથી પરંતુ એક એવી વસ્તુ હતી, જેને મહિલા દરરોજ સવારે ઉપયોગ કરતી. સત્ય સામે આવતા મહિલા શરમથી પાણી પાણી થઇ ગઇ. 
 
હકિકતમાં જે અવાજને મહિલાને કોબરાના ફૂંફાડાનો અવાજ સમજતી હતી તે તેના ટૂથબ્રથનો અવાજ હતો. મહિલાની પાસે એક ઇલેક્ટ્રિક ટૂથબ્રશ હતું, જેમાં પાણી જવાથી તેમાં હિસિંગનો અવાજ આવતો હતો. 
 
રેસ્ક્યૂ ટીમને મહિલાના બેડરૂમમાંથી ઓરલ બીનું ઇલેક્ટ્રિક બ્રશ મળ્યું. બ્રશ ઓન અને ઓફ કરીને જોતાં ખબર પડીક એ આ ઝેરી કોબરા સાપનો નહી, પરંતુ ટૂથબ્રશનો અવાજ છે. 
 
જોકે બ્રશની બેટરીવાળા ભાગમાં પાણી જતું રહ્યું હતું. મહિલાને જેવું આ વાત વિશે જાણવા મળ્યું તો તેનો ચહેરો શરમથી લાલ થઇ ગયો. તેણે રેસ્ક્યૂ ટીમની માફી પણ માંગી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર