ભારત મુલાકાત દરમિયાન તેઓ કોલકાતા પહોંચ્યાં હતાં. તેમની સાથે પ્રિન્સ ફિલિપ પણ હતા.
ગવર્નરઆવાસ જતાં હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
મહારાણી એલિઝાબેથ પ્રિન્સ ફિલિપ સાથે મુંબઈ પહોંચ્યાં.
વારાણસીમાં મહારાણીના સ્વાગતમાં 14 હાથીઓનું જુલૂસ કાઢવામાં આવ્યું. અહીં લોકોની ભીડ તેમની એક ઝલક માટે તલપાપડ બની હતી.