ભાઈ બહેન એક બીજાને પ્રેમ કરી શકે છે ? પાકિસ્તાન યૂનિર્વસિટીની પરીક્ષામાં પૂછેલા એક પ્રશ્ન પર સોશિયલ મીડિયા પર બબાલ
બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (12:39 IST)
Pakistan News: પાકિસ્તાનના ઈસ્લામાબાદની કૉમસૈટ યૂનિર્વસિટીમાં ટેસ્ટ પેપરમાં એક એવો સવાલ પૂછવામાં આવ્યો જેને કારણે આખી દુનિયામા પાકિસ્તાન મજાકને પાત્ર બની ગયુ છે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ પેપરમાં વિદ્યાર્થીઓને એક હોશ ઉડાવી દેનારો સવાલ પૂછવામાં આવ્યો. આ સવાલ બહેન અને ભાઈ વચ્ચે રોમાંટિક સંબંધો પર હતો કે શુ ભાઈ-બહેન એક બીજાને પ્રેમ કરી શકે છે ? આ પ્રશ્નને 300 શબ્દોમાં લખવા માટે કહ્યુ હતુ. જેના પર સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સે ખૂબ બવાલ મચાવી.
ટેસ્ટ પેપર દરમિયાન ક્લાસમાં હાજર શિક્ષકે બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન વિશેષ રૂપે સોલ્વ કરવાનુ કહ્યુ. જો કે પછી આ મામલા પર જ્યારે વિવાદ ઉભો થયો તો ટીચરને નોકરીમાંથી બહારનો રસ્તો બતાવી દેવાયો. સાથ જ તેમને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવ્યા.
ડિસેમ્બર 2022નુ આ ટેસ્ટ પેપર બે મહિના પછી ચર્ચામાં આવ્યુ
આમ તો આ મામલો અત્યારનો નથી પણ બે મહિના જૂનો ડિસેમ્બર 2022નો છે. પણ તાજેતરમાં જ્યારે કોઈ સોશિય લ મીડિયા પર એક્ઝામ પેપર શેયર કરવામાં આવ્યુ તો આ ફરી વધુ ચર્ચામાં આવી ગયુ. સોશિયલ મીડિયા પર લોકો આ મુદ્દા પર પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. અનેક નેતાઓએ પણ આ મામલાને લઈને નિવેદન આપ્યા છે.
વિવાદિ પ્રશ્ન પર યૂનિવર્સિટી પ્રશાસનથી સરકાર સુધી બધા લજવાયા
વિવાદિત પ્રશ્નને લઈને વિશ્વવિદ્યાલય પ્રશાસનથી લઈને સરકાર સુધી બધા લજવાયા છે. મામલો સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતામાં આવી ગયો. યૂનિવસિટી ઈસ્લામાબાદના એક પ્રોફેસરે ખૈર ઉલ બશર દ્વારા સેટ કરવામાં આવેલ અંગ્રેજી પેપર દ્વારા મચેલ બબાલ પછી પાકિસ્તાનીઓમાં ખાસી નારાજગી છે. પેપર સ્પષ્ટ રૂપે વ્યાભિચારને પ્રોત્સાહન આપનારુ બતાવવામાં આવ્યુ છે. પ્રોફેસરને નોકરીમાંથી બહાર કર્યા હતા. અને દંડના રૂપમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે. ઈસ્લામાબાદના એક પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયેલ છે. બીજી તરફ અશ્લીલ સવાલ દ્વારા પાકિસ્તાન વિચારધારા પક્ષની એડવોકેટ વિંગના પ્રમુખ મુહમ્મદ અલ્તાફે ઇસ્લામિક મૂલ્યોના ભંગના આરોપમાં પોલીસ ફરિયાદ દાખલ કરી.
300 શબ્દોમાં માંગ્યો હતો આ પ્રશ્નોનો જવાબ
પેપરમાં વિદ્યાર્થીઓને એક પેસેજ આપવામાં આવ્યો હતો જેમા એક પરિદ્રશ્ય બતાવ્યુ હતુ કે જૂલી અને માર્ક ભાઈ બહેન છે. તેઓ કોલેજમાંથી ગરમીની રજાઓમા ફ્રાંસમાં એક સાથે મુસાફરી કરી રહ્યા છે. એક રાત્રે તેઓ સમુદ્ર કિનારે એક કેબિનમાં એકલા રહી રહ્યા છે. તેમણે પરસ્પર શારીરિક સંબંધ બનાવ્યા. ટેસ્ટ પેપરમાં આ દ્રશ્યને લઈને વિદ્યાર્થીઓને તેમના વિચારો વિશે પૂછ્યુ. ઉત્તર ત્રણ ભાગમાં અને ઓછામાં ઓછો 300 શબ્દોમાં માંગ્યો હતો.
Stop dusting the filth under the carpet to protect the culprits. Is it enough to fire that moron who asked such a filthy question?Dont the higher ups in the university know whats going on? Or is the #comsatsuniversity owned by the teacher? Stop this nonsense rant #COMSATSpic.twitter.com/7GMBZ3ynTK
આ મામલામાં મીડિયા રિપોર્ટ્સ મુજબ એક પાકિસ્તાની પત્રકાર ઈહતેશામ ઉલ હકે કહ્યુ કે કોમસૈટમાં જે થયુ તે અહી પશ્ચિમી દેશોમાં પણ થતુ નથી. બીજી બાજુ શોધકર્તા અને લેખિકા શમા જુનેજોએ કહ્યુ કે હુ દસકાઓથી પશ્ચિમમાં રહી રહી છુ. મારા બાળકો યૂકેમાં અભ્યાસ કરે છે. મે આવી ગંદકી અને અશ્લીલીલતા ક્યારેય જોઈ નથી. અહી અનાચાર અને વ્યાભિચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.