VIDEO - આ ડોલ નહી યુવતી છે... !! She is real not a Doll

શુક્રવાર, 28 જુલાઈ 2017 (15:15 IST)
બાર્બી ડોલ જેવુ ફિગર મેળવવુ દરેક યુવતીની ઈચ્છા હોય શકે પણ આ શક્ય નથી.. પણ મિત્રો એક યુવતીની ફિગર જોઈને તમે ચકરાય જશો અને તે તમને વિશ્વાસ કરવા પર મજબૂર કરી દેશે કે બાર્બી ડોલ જેવી યુવતી હકીકતમાં પણ હોઈ શકે છે.  આ તસ્વીર મૉડલ ન્યાદાક થૉટનીછે. પ્રેમથી તેને લોકો ડકી બોલાવે છે.  ફક્ત પોતાની ત્વચાના રંગને કારણે જ નહી પણ ચેહરાના ફીચર્સ અને તેની દમકતી કાયાને કારણે પણ આ ચર્ચાનો વિષય બન્યો રહે છે.  
 
મુલાયમ ચેહરો... સિલ્કી વાળ.. પાતળુ નબળુ શરીર જોઈને મોટાભાગના લોકોને પ્રથમ વારમાં તો વિશ્વાસ ન થયો કે આ એક ડૉલ નહી પણ જીવતી જાગતી યુવતી છે. વર્ષ 2013માં ડકી પહેલીવાર ચર્ચામાં આવી હતી જ્યારે તેને 17 વર્ષની વયમાં રિયાલિટી શો ઑસ્ટ્રેલિયન નેકસ્ટ ટૉપ મૉડલ માં ભાગ લીધો હતો..  પણ લોકોએ જ્યારે તેના રંગની મજાક ઉડાવી તો તે ફેશન ઈડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હતી. 

 
લગભગ ચાર વર્ષ પછી તેણે ધમાકેદાર કમબેક કરતા ઈંસ્ટાગ્રામ પર તસ્વીરો પોસ્ટ કરી.. જોતજોતામાં જ તે ચર્ચાનો વિષય બની ગઈ. તેની તુલના બાર્બી ડોલ સાથે પણ થવા લાગી. મૂળ રૂપે સુડાનની રહેનારી ડકીનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો. હવે તે અમેરિકાના ન્યૂયોર્કમાં શિફ્ટ થઈ ગઈ છે. ડકીને જોઈને બધા દગો થઈ જાય છે  કે આ છોકરી છે કે ડૉલ... 

વેબદુનિયા પર વાંચો