લૉમબોક - ઈંડોનેશિયામાં એક અઠવાડિયામાં બીજો મોટો ભૂકંપ, 82ના મોત

સોમવાર, 6 ઑગસ્ટ 2018 (10:41 IST)
ઈંડોનેશિયાના લૉમબોક દ્વીપ પર રવિવારે આવેલ શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધી 82 લોકોના મોતના સમાચાર છે. અધિકારીઓનુ કહેવુ છે કે ઘાયલ થનારા લોકોની સંખ્યા હજારોમાં છે. 
 
રિક્ટર માપદંડ પર સાત તીવ્રતાવાળા આ ભૂકંપથી હજારો ઈમારતોને નુકશાન થયુ છે. અનેક સ્થાન પર વીજળી ગુલ છે. 
 
ભૂકંપ બાદ જાહેર કરવામાં આવેલી સુનામીની ચેતવણી રદ કરી દેવામાં આવી છે. અગાઉ ભૂકંપમાં સુનામીની ચેતવણી જાહેર કરાઇ હતી. ભૂકંપથી બાલીના દેનપાસારમાં કેટલીક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. આ ઇમારતોમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને એરપોર્ટના ટર્મિનલને પણ નુકસાન પહોંચ્યુ છે. 
ઇન્ડોનેશિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રવક્તા સુતોપો પુરવો નુગ્રોહોએ કહ્યું કે, શહેરમાં એવી ઇમારતોને વધુ નુકસાન પહોંચ્યુ છે જે જર્જરિત હતી. યૂએસ જિયોલોજીકલ સર્વેનુ કહેવુ છે કે આ તાજો ભૂકંપનુ કેન્દ્ર લૉમબોકના ઉત્તરી તટ પાસે જમીનથી 10 કિલોમીટરના ઊંડાણ પર હતુ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર