નોબેલ પુરસ્કાર મોહમ્મદ યુનુસ લઈ શકે છે પ્રધાનમંત્રીની શપથ

મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (15:44 IST)
બાંગ્લાદેશમાં 'ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલન'ના નેતા નાહિદ ઇસ્લામે શેખ હસીનાના પદત્યાગ બાદ દેશ ચલાવવા માટે બનનારી નવી વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નોબલ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી પ્રોફેસર મહમહ યુનૂસનું નામ સૂચવ્યું છે.
 
હવે એ વાત સામે આવી છે કે નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ.મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર હશે. ચળવળના મુખ્ય સંયોજકોમાંના એક નાહિદ ઇસ્લામે મંગળવારે સવારે સોશિયલ 
 
મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે પ્રોફેસર યુનુસ વિદ્યાર્થી સમુદાયના આહવાન પર દેશને બચાવવા માટે આ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા માટે સંમત થયા છે.
 
તેમણે રાષ્ટ્રપતિને જેમ બને તેમ જલદી પ્રોફેસર યુનૂસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનાવવાનો આગ્રહ કર્યો. આંદોલનકારી અગ્રણીઓ પૈકીના એક નાહિદ ઇસ્લામે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક વીડિયો સંદેશમાં આ વાત કરી હતી.
 
તેમણે કહ્યું, “અમે પ્રોફેસર યૂનુસ સાથે પણ વાતચીત કરી છે તેઓ વિદ્યાર્થીઓની અપીલને કારણે આ જવાબદારી વહન કરવા સંમત થઈ ગયા છે.”
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર