મુશર્રફે કર્યુ કબૂલ, પાકિસ્તાન ગુપ્ત એજંસીએ જૈશ પાસેથી કરાવ્યા હતા બોમ્બ બ્લાસ્ટ

ગુરુવાર, 7 માર્ચ 2019 (13:21 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને લઈને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે.  જનરલ પરવેજ મુશર્રફે બુધવારે કહ્યુ કે જૈશ-એ-મોહમ્મદ એક આતંકી સંગઠન છે અને પાકિસ્તાનની ગુપ્ત એજંસી (ISI) તેનો ઉપયોગ કરી ભારતમાં અનેક બ્લાસ્ટ કરાવ્યા. 
 
તેમને સંકેત આપ્યો કે તેમના દેશની ઈંટેલિસે તેમના કાર્યકાળમાં ભારતમાં હુમલા કરાવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો.  પાકિસ્તાની પત્રકાર નદીમ મલિકને આપેલ ટેલીફોનિક ઈંટરવ્યુમાં પરવેઝ મુશર્રફે જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવી રહેલ કાર્યવાહીનુ સ્વાગત કર્યુ અને કહ્યુ કે તેમને ડિસેમ્બર 2003માં જૈશ પર બૈન લગાવવાની બે વાર કોશિશ કરી હતી.  ઉલ્લેખનીય છે કે આ ઈંટરવ્યુની વીડિયો ક્લિપ પાકિસ્તાની પત્રકારે પોતાના ટ્વિટર એકાઉંટ પર નાખી છે. 
 
જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે છેવટે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન (1999-2008)સુધી સત્તામાં રહ્યા તો જૈશ પર બેન કેમ ન લગાવી શક્યા તો મુશર્રફે કહ્યુ કે એ સમયે પરિસ્થિતિ કંઈક અલગ હતી. મુશર્રફે કહ્યુ કે મારી પાસ્સે આ સવાલનો કોઈ ખાસ જવાબ નથી. તે જમાનો અલગ હતો. ત્યારે તેમા અમારા ઈંટેલિજેંસવાળા સામેલ હતા. 
 
ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જૈસે કો તૈસા નુ વલણ અપનાવાઈ રહ્યુ હતુ. મુશર્રફે એ પણ કહ્યુ કે જૈશ-એ-મોહમ્મદ એક આતંકી સંગઠન છે અને તેણે જ મારી હત્યા કરવાનો પ્રયત્ન કરવાની કોશિશમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. મને ખુશી છે કે સરકાર તેમના વિરુદ્ધ સખત વલણ અપનાવી રહી છે. 
 
મુશર્રફે કહ્યુ કે જૈશ વિરુદ્ધ કાર્યવાહી એક યોગ્ય પગલુ છે અને આ કાર્યવાહી પહેલા જ કરવામાં આવતી જોઈએ હતી. ઉલ્લેખનીય છે કે મસૂદ અઝહરના નેતૃત્વવાળા જૈશ-એ-મોહમ્મદએ ભારતમાં અનેક આતંકી હુમલાને અંજામ આપ્યો છે. 14 ફેબ્રુઆરીના રોજ થયેલ પુલવામાં આતંકી હુમલોને આ આતંકી સંગઠને જ કર્યો હતો.  જેમા સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર