Oregon Wildfire: લાલ થયુ આકાશ, લોકો બોલ્યા દુનિયા ખતમ થવા જઈ રહી છે
ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (21:06 IST)
twitter
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિકરાળ આગ લાગી છે. આ આગ એટલી મોટી છે કે તેણે 14,000 ફાયર ફાઇટર્સ તેને બુઝાવવા માટે કામે લાગેલા છે. હાલ તેના જંગલમાં અનેક જગ્યાએ આગ લાગી છે, સૌથી મોટી 28 આગને હાલ કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. કેલિફોર્નિયામાં લાગેલી આગ હવે સાન ફ્રાન્સિસ્કો શહેર માટે મુશ્કેલીરૂપ બની છે. કેલિફોર્નિયામાં લાગેલી આગ હવે સાન ફ્રાન્સિસ્કો શહેર માટે મુશ્કેલીરૂપ બની છે.
આ વર્ષે જંગલમાં લાગેલી આગને કારણે 25 લાખ એકરનો વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે. જ્યારે આઠ લોકોનાં મોત થયાં છે. બુધવારે ભારે પવનને કારણે આગમાં વધારો થયો અને તે રાજ્યની ઉત્તર ભાગ તરફ ફેલાવાની ચાલુ થઈ હતી.
ભયાનક આગ અને તેમાંથી પેદા થતા ધુમાડાના કારણે સાન ફ્રાન્સિસ્કો શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ નારંગી રંગનું થઈ ગયું હતું. આવનારા દિવસોમાં આગ કાબૂમાં ના આવી તો સ્થિતિ વધારે ગંભીર બની જશે
આવનારા દિવસોમાં આગ કાબૂમાં ના આવી તો સ્થિતિ વધારે ગંભીર બની જશે સ્થિતિ એવી પેદા થઈ કે સાન ફ્રાન્સિસ્કોમાં જ્યારે સવારે લોકો જાગ્યાં તો પણ અંધારું હતું. ઘણા લોકોને એવું લાગ્યું કે હજી રાત્રી જ છે.
સાન ફ્રાન્સિસ્કો ક્રૉનિકલને શહેરમાં રહેતાં કેથરિન ગીસલિને કહ્યું, "એવું લાગ્યું કે જાણે દુનિયાનો અંત આવી ગયો છે."
"એ ઘણું ભયજનક હતું કે હજી અંધારું છે. આવા અંધારામાં લંચ લેવું એ પણ અજીબ હતું. છતાં પણ તમારે દિવસેનું કામ તો કરવું જ પડે."
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ સવારના 11 વાગ્યે પણ શહેરમાં અંધારું હતું. સૂર્યનાં કિરણો ધૂમાડાના જાડા થરમાંથી પૃથ્વી સુધી પહોંચી શકતાં ન હતાં.
Guys. So Oregon is on fire, and this is what the sky looks like where I live. It feels like the end of the world. Super creepy pic.twitter.com/zRu5pgErMa
ધુમાડાનો થર એટલો ઘાટો હતો કે સૂર્યનાં કિરણો ધરતી પર પહોંચતાં ન હતાં
લૉસ ઍન્જલસમાં આવેલી યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના ક્લાઇમેટ સાયન્ટિસ ડેનિયલ સ્વેને ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે ખૂબ જ ઘાટો ધુમાડો થર છે અને આગની ઊંચી જ્વાળાઓને સૂર્યને સંપૂર્ણપણે અવરોધ પહોંચાડતી હતી. આગને કારણે રાજ્યમાં કરોડો રૂપિયાની નુકસાનીનો અંદાજ છે. આગને કારણે રાજ્યમાં કરોડો રૂપિયાની નુકસાનીનો અંદાજ છે
સ્મોક ઍક્સપર્ટના કહેવા પ્રમાણે આ જ કારણે આકાશ નારંગી રંગનું થઈ ગયું હતું. જંગલમાં આગ ચાલુ જ રહી તો આગાહીકર્તાઓનું કહેવું છે કે આવાનારા દિવસોમાં પણ આવી જ સ્થિતિ સર્જાશે. ગવર્નર કેટ બ્રાઉને કહ્યું કે આ જનરેશનમાં એક વાર બનતી ઘટના છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી વધારે સંપત્તિ અને માનવ જિંદગીને નુકસાન પહોંચ્યું છે.