રિપોર્ટ્સ મુજબ એક અઠવાડિયા પહેલા જ્યારે 3 વર્ષની મૉલી મૈક્કૈબેએ જોયુ કે તેની સાથે રમતા રમતા તેના પિતા અચાંક જમીન પર પડી ગયા તો તેને લાગ્યુ કે કદાચ પિતા કોઈ બીજી ગેમ રમી રહ્યા છે. પણ જ્યારે થોડી મિનિટ સુધી તેના પિતા જમીન પરથી ન ઉઠ્યા તો બાળકી મૌલીએ રડવાનુ શરૂ કરી દીધુ અને ડેડને ઉઠવા માટે મનાવવા લાગી.
પણ જ્યારે બાળકીએ પોતાના ફોનનો કેમેરા પિતાના ચેહરા તરફ કર્યો તો તેની માતાને જાણ થઈ કે મોલીના પિતા જમીન પર મોઢાના બળે પડી ગયા છે. એ જ દરમિયાન બાળકી મૉલીએ પોતાની માતાને એ કહેવુ શરૂ કર્યુ કે મમ્મી જલ્દી ઘરે આવો. આ વાત પર મૉલીની માતા તરત જ ઓફિસમાંથી નીકળીને ઘરે પહોંચી અને પતિની હાલત જોઈને તેને હોસ્પિટલ પહોંચાડ્યો.
મહિલાએ મીડિયાને જણાવ્યુ કે જે રીતે ચમત્કારિક રૂપે તેમની પુત્રીને કારણે તેમના પતિનો જીવ બચ્યો છે. એ ક્યારેય વિચારી શકતી નહોતી કે આટલી નાનકડી વયની પુત્રી મૌલી જે વાંચી પણ શકતી નથી તેણે કેવી રીતે મોબાઈલમાં પોતાની માતાનુ નામ વાચ્યુ અને તેણે ફોન લગાવી દીધો. મોલીની માતાએ જણાવ્યુ કે આ પહેલા મૉલીએ ક્યારેય કોઈને ફોન કર્યો નથી