- નવાજ શરીફ અને મરિયમ નવાજ એતિહાદ એયરવેઝની ફ્લાઈટ નંબર EY 243થી અબુ ધાબીથી લાહોર પરત ફરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની એક કોર્ટે એવનફીલ્ડ એપાર્ટૅમેંટ મામલે નવાઝ, તેમની પુત્રી મરિયમ અને જમાઈ કૈપ્ટન(રિટાયર) મોહમ્મદ સફદરને દોષી ઠેરવ્યા હતા.
લંડનમાં નાતી-પૌત્રની પણ ધરપકડ
બીજી બ આજુ લંડનમાં નવાઝ શરીફના નાતી-પૌત્રની લંડન પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે શરીફના નાતી-પૌત્ર જુનૈદ સફદ અને જકારિયા હુસૈન પર આરોપ છે કે તેમણે લંડનમાં તેમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલ એક પ્રદર્શનકારીને માર મર્યો જેના કારણે લંડન પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નવાજ શરીફને પણ લંડનમાં વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન અનેક પ્રદર્શનકારી નવાઝ શરીફ વિરુદ્ધ નારેબાજી કરતા તેમના ઘર સુધી પહોંચી ગયા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
પરત ફરતા પહેલા આપ્યો સંદેશ
લંડનથી પાકિસ્તાન પરત ફરતા નવાઝે વિમાન દ્વારા જ પોતાના દેશ માટે એક સંદેશ આપ્યો છે અને લોકો પાસે સમર્થન માંગ્યુ છે. મરિયમ નવાઝે પોતાના પિતાના સંદેશવાળા વીડિયોને ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં નવાજ કહી રહ્યા છે કે 'જે મારા હાથમાં છે અને જે મારા હાથમાં હતુ એ હુ કરી દીધુ છે. મને ખબર છે કે લાહોર પહોંચતા જ મને જેલ મોકલવામાં આવશે. પણ પાકિસ્તાની કોમને હુ બતાવવા માંગુ છુકે આ બધુ હુ તમારા માટે કરી રહ્યો છુ. આ કુરબાની હુ તમારી નસ્લ માટે આપી રહ્યો છુ. તેથી મારો પુરો સાથ આપો.