Blast in Pakistan: પાકિસ્તાનના કરાંચીમાં નાળામાં થયો બ્લાસ્ટ, 10ના મોત અનેક લોકો ઘાયલ

શનિવાર, 18 ડિસેમ્બર 2021 (16:05 IST)
પાકિસ્તાન (Pakistan) ના કરાચી શહેર  (Karachi) માં શનિવારે મોટો ધડાકો(Blast in Karachi) થયો છે. આ વિસ્ફોટ શહેરના શેરશાહ પરચા  (Sher Shah Paracha Chowk) વિસ્ફોટ શહેરના શેરશાહ પરચા ચોકમાં થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. શહેરના શહીદ મોહતરમા બેનઝીર ભુટ્ટો હોસ્પિટલ ટ્રોમા સેન્ટરના વડા ડૉ. સબીર મેમને પાકિસ્તાનના જિયો ન્યૂઝને પુષ્ટિ આપી છે કે વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. તે જ સમયે, ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Blast in Pakistan Karachi Sher Shah Paracha Chowk injures 11 people Imran Khan
 
સૂત્રોના અનુસાર, વિસ્ફોટ વિસ્તારના એક નાળામાં થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટના કારણે ત્યાં સ્થિત એક ખાનગી બેંકની ઇમારતને ભારે નુકસાન થયું છે. પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટ ગટરમાં ગેસ લીક ​​થવાને કારણે થયો હતો.. ઘટનાની માહિતી મળતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે પુષ્ટિ કરી છે કે બ્લાસ્ટ ગટરની અંદર જ થયો હતો. ઘણા લોકોએ બ્લાસ્ટનું કારણ ટ્રાન્સફર અને અન્ય બાબતો જણાવી હતી. હાલ આ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર