બાંગ્લાદેશથી તરીને ભારત આવી પ્રેમિકા - 22 વર્ષની યુવતી એક કલાક સુધી નદીમાં તરી, પ્રેમી સાથે કર્યા લગ્ન હવે પકડાઈ

બુધવાર, 1 જૂન 2022 (18:39 IST)
પ્રેમ જે ન કરાવે એ ઓછુ છે. બાંગ્લાદેશથી ભારત આવેલી 22 વર્ષની કૃષ્ણા મંડળની સ્ટોરી સાંભળીને તમે વિશ્વાસ નહી કરો. તે ભારતમાં પોતાના પ્રેમીને મળવા જાનવરોથી ભરેલા સુંદરબન ડેલ્ટાને પાર કરીને પશ્ચિમ બંગાળ આવી ગઈ. લગ્ન પણ કરી લીધા.પણ  પોલીસે તેની ધરપકડ કરી લીધી. હવે પોલીસ તેને ફરી બાંગ્લાદેશ મોકલવાની તૈયારી કરી રહી છે. 
 
કૃષ્ણા મંડલની ભારતમાં રહેતા આશિક મંડલ સાથે થોડા સમય પહેલા ફેસબુકના દ્વારા મિત્રતા થઈ હતી જે પ્રેમમાં પરિણમી હતી. તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. કૃષ્ણા પાસે પાસપોર્ટ નહોતો.  તેથી તેને ભારતમાં એન્ટ્રી મળી રહી નહોતી.  પરેશાન થઈને તેણે સુંદરવન ડેલ્ટા તરીને ભારત આવવાનું નક્કી કર્યું.
 
પત્નીની ધરપકડ, પતિ પરેશાન
કૃષ્ણા લગભગ એક કલાક નદીમાં તરીને ભારતની સરહદે પહોંચી તેણે ગયા અઠવાડિયે કોલકાતાના એક મંદિરમાં લગ્ન કર્યા. જ્યારે પોલીસને સમાચાર મળ્યા ત્યારે કૃષ્ણાની ધરપકડ કરવામાં આવી. અધિકારીઓનું કહેવું છે કે તેની પાસે ભારત આવવા માટે જરૂરી દસ્તાવેજો નથી. તેને બાંગ્લાદેશ બોર્ડર પર અધિકારીઓને સોંપવામાં આવશે. હવે કૃષ્ણાનો પતિ આશિક મંડલ ઘણો નારાજ છે અને કાયદાકીય મદદ લેવાનું વિચારી રહ્યો છે.
 
સુપરફેટેશન એ મુશ્કેલ સ્થિતિ હોઈ શકે છે કારણ કે બે ગર્ભ અલગ-અલગ તબક્કામાં છે. જ્યારે એક અતિ-વિકાસિત હોય છે, ત્યારે બીજો પાછળ રહી જાય છે. આવી સ્થિતિમાં, એક વખત ડિલિવરી પછી, સ્ત્રી બીજા બાળકને ઘણા દિવસો સુધી ગર્ભમાં રાખે છે. અથવા જો કોઈ કોમ્પ્લીકેશન હોય તો પ્રીમેચ્યોર ડિલિવરી પણ કરાવવી પડી શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર