Bangladesh Violence : બાંગ્લાદેશમાં હિંસા ઓછુ થવાનુ નામ નથી લઈ રહી. અહી અભિનેતા શાન્તો ખાન અને તેમના પિતાની ભીડે મારી મારીને હત્યા કરી નાખી. અભિનેતા શાન્તો ખાનના પિતા સલીમ ખાન ચાંદપુર સદર ઉપજીલ્લાના લક્ષ્મીપુર મૉડલ યૂનિયન પરિષદના અધ્યક્ષ હતા. તે એક ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પણ હતા. સોમવારે બંનેની મારી મારીને હત્યા કરવામાં આવી. બાંગ્લા ચલચિત્રએ સોશિયલ મીડિયા દ્વારા તેની પુષ્ટિ કરી છે.
ઘરેથી ભાગતી વખતે લોકોએ મારી નાખ્યા
રિપોર્ટ મુજબ શાંતો ખાન અને તેમના પિતા સલીમ સોમવારે બપોરે પોતાના ઘરેથે જતી વખતે ફરક્કાબાદ બજારમાં ઉપદ્વવમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ જ તેમનો સામનો ભીડ સાથે થયો. એ સમયે તેમણે પોતાના હથિયારોથી ગોળી ચલાવીને ખુદને બચાવી લીધા હતા, પણ પછી હુમલાવરોએ સલીમ ખાન અને શાંતો ખાન પર હુમલો કરી તેમની હત્યા કરી નાખી. સલેમ ખાન મુજીબુર રહેમાન પર બનેલી ફિલ્મના પ્રોડ્યુસર હતા.