કાબુલ એરપોર્ટ પર ભારે હિંસા તાલિબાને કરેલી ગોળીબારીમાં 40ના મોત

ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (12:43 IST)
એરપોર્ટ પર લોકોના જીવ જોખમમાં અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તાલિબાને હવે અત્યાચાર આપવાના શરૂ કરી દીધા છે. લોકો હવે કોઈ પણ ભોગે દેશ છોડીને જવા માગે છે. ત્યારે ગત મોડી રાતે કાબુલ એરપોર્ટ પર અફરા-તફરી મચી ગઈ હતી અને અચાનક ગોળીબારી થઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 40 લોકોના મોત સોમવારથી અત્યાર સુધીમાં એરપોર્ટ પર ફાયરિંગ 
 
અને અફરાતફરીના બનાવોમાં અત્યાર સુધીમાં કુલ 40 લોકોના મોત થઈ ચુક્યા છે. ગત રાતે જે ફાયરિંગનો બનાવ બન્યો હતો તેમા મહિલાઓ અને બાળકો ઉપર પણ ફાયરિંગ થયું હોવાની માહિતી સામે આવી 
છે. ફાયરિંગ પછી મહિલાઓની ચીસોનો અવાજ કાબુલ એરપોર્ટની બહાર સુધી ગૂંજી રહ્યો હતો.
 
એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કાબુલ એરપોર્ટ પર તાલિબાનોએ જે મહિલાઓએ બુરખો નહોતો પહેર્યો તેમના પર ફાયરિંગ કર્યું.
 
તાલિબાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાન છોડવા કાબુલ એરપોર્ટ પહોંચેલા લોકો પર ચાબુક અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરી રહ્યા છે. હવે લોકોને એરપોર્ટની અંદર જવા દેવામાં આવતા નથી. સામાન્ય અફઘાની લોકો માત્ર એરપોર્ટ ગેટ સુધી પહોંચી શકે છે. દરમિયાન કાબુલ એરપોર્ટ પર ગુરુવારે રાત્રે ફરી ફાયરિંગ થયું. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે અમેરિકન સૈનિકો દ્વારા ભીડને કાબૂમાં રાખવા ચેતવણી રૂપે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર