તાલિબાન જુલમનો ઈન્તેહાન! 8 મહિનાની ગર્ભવતી મહિલાએ બાળકોની સામે જીવ લીધો, ચેહરાને બુરી રીતે ઈજાઓ

સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (08:24 IST)
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ મહિલાઓમાં તેમની સુરક્ષાને લઈને ડર બનેલુ છે. તાલિબાનના શાસનમાં મહિલાઓનું અલગ અલગ રીતે શોષણ કરાતુ હતુ અને હવે દરેકને ડર છે કે તે જ સમય પાછો આવી ગયો છે. એક તરફ, જ્યારે તાલિબાન આ વખતે વધુ ઉદાર હોવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ તાલિબાનના અત્યાચારની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. અફઘાનિસ્તાનમાં એક દિલ દુભાવતી ઘટના સામે આવી છે જેમાં તાલિબાન આતંકવાદીઓએ પોલીસમાં કામ કરતી એક મહિલાની નિર્દયતાથી હત્યા કરી છે.
 
મહિલાના પરિવારવાળાએ જણાવ્યુ કે આતંકવાદીઓએ  તેને મારવાથી પહેલા તેના ચેહરાને બુરી રીતે ઈજાઓ પહોંચાડી. મહિલાના પતિ અને બાળકોની સમે તેનુ જીવ લઈ લીધું. એક રિપોર્ટ પ્રમાણે મહિલાનો નામ બાન નેગર છે. અને તે પોલીસમાં કામ કરતી હતી. રિપોર્ટમાં કહેવાયુ છે કે મહિલા સ્થાનીય જેલમાં કામ કરતી હતી અને મોતના સમયે તે 8 મહીનાની ગર્ભવતી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર