તાલિબાનની નવી સરકાર ફાઈનલ, તાલિબાની સરકારમાં કોઈ મહિલા નહી

શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (17:45 IST)
બાઈડન સરકાર પાસે અફગાનિસ્તાનના ગોલ્ડ, ઈન્વેસ્ટમેંટ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં રાખવામાં આવેલ વિદેશી મુદ્રા ભંડારમાં અરબોની સંપત્તિને રજુ કરવાની કોઈ યોજના નથી. જેને તાલિબાનના અધિગ્રહણ પછી રોક લગાવી દીધી હતી. જો કે આ પૈસાને રજુ કરવા માટે માનવીય સમૂહો અને અન્ય લોકો દ્વારા ઘણુ દબાણ બનાવાય રહ્યુ છે. કારણ કે આવુ ન થતા અફગાનિસ્તાનની અર્થવ્યવસ્થા ખતમ થઈ શકે છે. 
 
અફઘાન સેન્ટ્રલ બેંકની 10 અરબ ડોલરની  મોટાભાગની સંપત્તિઓ વિદેશમાં જમા છે, જ્યાં તેમને પશ્ચિમ માટે તાલિબાન પર મહિલાઓના અધિકારો અને કાયદાના શાસનનો સન્માન કરવા માટે દબાણ બનાવવાનુ એક મુખ્ય સાધન માનવામાં આવે છે. 
 
નાણાકીય વિશેષજ્ઞોનું કહેવું છે કે આ સંપત્તિઓ પરથી નિયંત્રણ હટાવવામાં ડી-કંટ્રોલ કરવામાં મહિનાઓ લાગી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ, યુએસ ટ્રેઝરી, વ્હાઈટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અને અન્ય એજન્સીઓના અધિકારીઓ ઓગસ્ટના મધ્યમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. બીજી બાજુ, યુનાઇટેડ નેશન્સ અને અન્ય લોકો તેને નિકટવર્તી માનવીય સંકટના રૂપમા જોઈ રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર