હેલ્થ કેર - ઈમ્યુનિટી વધારવા માટે કયો લોટ ખાવો સૌથી વધુ લાભકારી છે

ગુરુવાર, 10 ડિસેમ્બર 2020 (12:37 IST)
આમ તો બજારમાં વિવિધ પ્રકારના લોટ મળે છે. મલ્ટિગ્રેન લોટ, ઘઉંનો લોટ, રાગી, વગેરે જેમાં વિવિધ પોષક તત્વો હોય છે. પરંતુ દરેકને એ જ મુંઝવણ હોય છે કે હેલ્થની દ્રષ્ટિએ કયો લોટ ખાવો જોઈએ.  દરેકને ઘઉનાલોટથી બનેલી ચપાતી  ગમે છે, જ્યારે કે નોનવેજ સાથે  રૂમાલી રોટી કે નાન, ફર્મેટેશન કરેલી ખમીરી રોટલી લોકોને ભાવે છે.  પરંતુ કંઈ રોટલી આપણા આરોગ્ય માટે લાભકારી છે અને કેવા પ્રકારના લોટથી બનેલ રોટલી આપણે ખાવી જોઈએ, તેની માહિતી લોકોને નથી હોતી. આવો આજે જાણીએ કેવા પ્રકારના લોટની રોટલી ખાવી તમારા આરોગ્ય માટે લાભકારી છે. 
 
ઘઉ - જેમને ગ્લુટેનથી એલર્જી છે એવા જ લોકોને ઘઉંની રોટલી ખાવાની મનાઈ હોય છે.  દરેક ઘરમાં ઘઉંની રોટલી ખાવામાં આવે છે, ઘઉંની રોટલીમાં ફોલિક એસિડ, વિટામિન ઇ, વિટામિન બી 6, બી કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ, ઝિંક જેવા ખનિજો પણ હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ જેમણે ગ્લૂટેનથી એલર્જી છે, ફક્ત એવા જ લોકોએ ઘઉંની રોટલી ન ખાવી જોઈએ. 
 
બાજરી
બાજરીના લોટમાં પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને ફાઇબર જેવા મહત્વપૂર્ણ તત્વો જોવા મળે છે. આ વિટામિન બી કોમ્પ્લેક્ષથી ભરપૂર છે. તે હૃદયની તંદુરસ્તી માટે પણ સારું છે અને કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, તેથી શિયાળામાં ખાસ કરીને બાજરીનો લોટ ખાવાની સલાહ આપવામાં આવે છે.
 
મલ્ટીગ્રેન 
 
ઓછુ કાર્બોહાઈડ્રેટ હોવાને કારણે આ વજન નિયંત્રિત રાખે છે.  આજકાલ બજારમાં મલ્ટીગ્રેન લોટની અનેક વેરાયટીઝ મળે છે. જે પ્રોટીન યુક્ત લોટ માંસપેશિયોને પણ મજબૂત બને છે. તેમા ફાઈબર હોવાને કારણે કબજિયાત અને પેટની ફરિયાદ નથી થતી. ઓછુ કાર્બોહાઈડ્રેટ હોવાને કારણે આ વજનને નિયત્રિત રહે છે. પણ તેનુ સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાક જરૂર લેવી જોઈએ. 
 
રાગી 
 
રાગીમાં કૈલ્શિયમ, આયરન, થાયમિન પ્રચુર માત્રામાં જોવા મળે છે. આ વારેઘડીએ ભૂખ લાગવાની પરેશાની દૂર કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. સાથે જ માંસપેશીઓને સુધારે છે. જેનાથી તમને ક્યારેય શરીરનો દુ:ખાવાની ફરિયાદ થતી નથી. તેથી રાગીના લોટથી બનેલી રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે. 
 
આ રીતે તમે ખાવામાં લોટથી બનેલી રોટલી સામેલ કરી શકો છો. જેનાથી તમને કયારેય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા નહી થાય 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર