ઉનાળો શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. તે સ્વચ્છતાનો અભાવ અને દૂષિત ચીજો ખાવાથી થાય છે. કોઈ પણ ઋતુ હોય, પાણી ઉકાળીને પીવું વધુ ફાયદાકારક હોય છે. પાણી પીવાથી ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. આદુ અને તુલસીની ચા ટાઇફૉઇડમાં રાહત મેળવવા માટે ફાયદારૂપ છે.
- થોડું આદુ, તુલસીનાં પાંદડાં, ધાણાભાજી અને મરીને સારી રીતે પાણીમાં ઉકાળી લો અને તેમાં ખાંડ નાખીને તે પીવો.