મીઠા વગર ખાવાનો સ્વાદ ફીકો લાગે છે. બીજી બાજુ કેટલાક લોકોને શાકભાજી, સલાદ કે પછી રાયતામાં ઉપરથી મીઠુ નાખવાની ટેવ હોય છે. જે ટેસ્ટમાં તો સારો લાગે છે પણ તેમા રહેલા સોડિયમની વધુ માત્રા આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. અનેકવાર તો લોકો ફળોમાં પણ મીઠુ નાખીને ખાવુ શરૂ કરી દે છે. આ રીતે મીઠુ ખાવાની આદતથી શરીરમાં કેટલાક લક્ષણ જોવા મળે છે જે બતાવે છે કે તમે ખોરાકમાં મીઠાની વધુ માત્રા લઈ રહ્યા છો.