આ માટે આટલું કરો...
- આંખોની સુરક્ષા માટે ચશ્માનો ઉપયોગ કરો.
- જ્યુસ, મિલ્ક શેક જેવા એનર્જી ડ્રિંકનો રૂટિનમાં સમાવેશ કરો.
- વધારેમાંથી ઓછા અને ઓછામાંથી વધારે તાપમાનમાં જતાં પહેલા થોડો બ્રેક લો.
- પૂરતી માત્રામાં પાણી પીતા રહો.
- પહેરવેશમાં સામાન્ય રંગોના કપડાનો ઉપયોગ કરો.
- સવારે જલ્દી જાગો અને નિયમિત સામાન્ય વ્યાયામ તો અચૂક કરો.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો...
- સવારના નાસ્તામાં જ્યુસ અને ગ્રીન વેજિટેબલ્સમાંથી બનેલી ડિશથી દિવસની શરૂઆથ કરો.
- ઘરમાંથી બહાર નીકળતા પહેલા વધુ માત્રામાં પાણી પીઓ.
- લન્ચ બપોરે 11:30-થી 12:30ની વચ્ચે લેવાનું રાખો. લન્ચમાં ગ્રીન સલાડ અને દહીં સામેલ કરો.
- સાંજે થોડા ડ્રાયફ્રુટ્સ, ફ્રૂટ ચાટ કે મિલ્ક શેક લો, આનાથી બોડીને એનર્જી મળશે.
- ચા-કોફીનો ઉપયોગ સવારે જ કરો બાકી દિવસ દરમિયાન જ્યુસને ચા-કોફીના વિકલ્પમાં અપનાવો.