Oversleeping Side Effects: શરીરને સ્વસ્થ રાખવા માટે, ભરપૂર ખોરાક સાથે, ઉંઘની પણ ખૂબ જરૂરી છે. સારી ઉંઘ આપણને ફ્રેશ રાખવા સાથે એ આપણા આરોગ્ય માટે પણ ખૂબ સારુ છે, પણ આજના સમયમાં આ એક સામાન્ય વાત થઈ ગઈ છે કે લોકોના સૂવાની ઉંઘવાની દિનચર્યા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. સ્માર્ટફોન અને કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગને કારણે લોકોને ઉંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ, વધુ પડતી સુવુ શરીર માટે ખૂબ જ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. એક્સપર્ટ્સનુ માનીએ તો દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ 8 કલાકની ઉંઘની જરૂર છે. પરંતુ, વધારે પડતું ઉંઘવું પણ શરીર માટે ખૂબ જ નુકશાનકારક છે. તો ચાલો જાણીએ વધુ સૂવાના નુકશાન વિશે...
પીઠના દુખાવાની સમસ્યા
વધુ પડતી ઉંઘને કારણે પીઠનો દુ:ખાવો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી સૂવાથી પીઠની માંસપેશીઓ પર દબાણ વધે છે. ઘણીવાર લાંબા સમય સુધી ખોટી પોઝીશનમાં સૂવાથી પીઠના દુખાવાની સમસ્યા ઘણી વધી શકે છે. તેથી, લાંબા સમય સુધી એક જ પોઝીશનમાં સૂવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.