હિંદુ અને સનાતન ધર્મમાં બીલીપત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભોલેનાથની પૂજા બીલીપત્ર વિના અધૂરી માનવામાં આવે છે. પરંતુ ભગવાન ભોલેને ચઢાવવામાં આવેલ આ પાન તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, બીલીપત્રમાં એવા ઘણા ગુણ હોય છે જે આપણા શરીરને સ્વસ્થ અને ફિટ બનાવે છે. ચાલો જાણીએ તમારા સ્વાસ્થ્ય માટે બીલીપત્ર નો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
બીલીપત્રમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે
બીલીપત્રમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, રિબોફ્લેવિન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, વિટામિન બી1, બી6, બી12 વગેરે જેવી જરૂરી વસ્તુઓ હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પાચન શક્તિ વધારે : બીલીપત્ર પેટ સંબંધિત બીમારીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને પેટનું ફૂલવું, ગેસ અને અપચો માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેના સેવનથી પાચન શક્તિ પણ મજબૂત બને છે. બીલીપત્ર ખાવાથી પેટ સાફ થાય છે. તેમાં રહેલ લેક્સેટિવની અસર તમારા ડાયજેસ્ટીવ સિસ્ટમને મજબૂત બનાવે છે.