Itchy Scalp Home Remedies - આયુર્વેદમાં, માથાની ખંજવાળને આપણા ખોરાક સાથે જોડવામાં આવે છે. એનો મતલબ કે તમે જે ખાઓ છો તે શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન બગાડી શકે છે. જેનાથી માથામાં ખંજવાળ આવી શકે છે. આ ઉપરાંત, માથામાં ખંજવાળનું કારણ ખોડો, કોઈપણ શેમ્પૂ કે તેલની પ્રતિક્રિયા અથવા માથામાં જૂ પણ હોઈ શકે છે. ક્યારેક માથામાં ઈન્ફેકશનને કારણે પણ ખંજવાળ આવે છે. ખોપરી ઉપરની સ્કીન પર સોરાયસિસ(psoriasis) , ફંગલ ઈન્ફેકશન(Fungal infection), શિળસ(Hives), એટોપિક ડર્માટાઈટીસ(Atopic dermatitis) જેવા ચેપને કારણે પણ ખંજવાળ આવે છે. ચાલો માથાની ખંજવાળ દૂર કરવાના ઉપાયો જાણીએ.