કેળુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ તમારા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. તેને એનર્જીનો પાવરહાઉસ પણ કહે છે. રોજ બ્રેકફાસ્ટમાં કેળાનો સમાવેશ કરવાથી તમારો આખો દિવસ એનર્જેટિંક રહેશે. ડાયેટ એક્સપર્ટ મુજબ કેળામાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. જો તમે રોજ એક કેળાનુ સેવન કરો છો તો તમારુ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. કેળુ ખાવાથી તમે બીમારીઓથી દૂર રહેશો. ચાલો જાણીએ તેનાથી થનારા ફાયદા વિશે..
કેળામાં શું જોવા મળે છે
તેમાં વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-સી, વિટામિન-બી6, મેગ્નેશિયમ, પોટેશિયમ, થાઇમીન, રિબોફ્લેવિન જેવા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય કેળામાં 64.3% પાણી, 1.3% પ્રોટીન, 24.7% કાર્બોહાઈડ્રેટ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ તમામ પોષક તત્વો તમારા સ્વસ્થ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.