હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે
દ્રાક્ષ ખાવાથી તમારા હૃદયને ઘણી રીતે ફાયદો થાય છે. દ્રાક્ષમાં રહેલા સંયોજનો બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદય રોગ સામે રક્ષણ આપે છે.
હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
દ્રાક્ષમાં ઘણા ખનિજો હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જેમાં પોટેશિયમ, મેંગેનીઝ અને વિટામીન B, C અને Kનો સમાવેશ થાય છે. આ તમામ પોષક તત્વો ઓસ્ટીયોપોરોસીસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. ઓસ્ટીયોપોરોસીસ એક એવો રોગ છે જેમાં હાડકાં ખૂબ નબળા પડી જાય છે.
ડાયાબિટીસ અને હાઈ બ્લડ સુગર સામે રક્ષણ
દ્રાક્ષમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો અને મધ્યમ હોય છે, જે તેને ડાયાબિટીસમાં પણ ખાવા માટે સલામત બનાવે છે. ઉપરાંત, દ્રાક્ષમાં રહેલા સંયોજનો હાઈ બ્લડ શુગર સામે રક્ષણ આપે છે.