સવારે નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. જો તમે સવારે નાસ્તો નથી કરતા અને આમ જ પોતાની દિનચર્યા ચાલુ કરી દો છો તો આ તમારુ વજન વધવાનુ ખૂબ મોટુ કારણ હોઈ શકે છે.. કારણ કે જો તમે નાસ્તો નથી કરતા તો તમે લંચ વધુ કરો છો જેનાથી વજન વધે છે. બીજી બાજુ નાસ્તામાં તમે કંઈક ખાસ વસ્તુ લઈ શકો છો જે તમારા વજનને સંતુલિત રાખવામાં કારગર છે. આવો જાણીએ શુ છે એ વસ્તુઓ...
1. દલિયા(ઘઉંની સુજી) - વજન સંતુલિત રાખવા માટે મોટાભાગના લોકો દલિયાનુ સેવન કરે છે.. તેને તમે દૂધમાં મિક્સ કરીને કે પછી શાકભાજી સાથે બનાવીને ખાઈ શકો છો.. કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, મિનરલથી ભરપૂર દલિયા સહેલાઈથી પચી જાય છે.