કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે ડ્રાયફ્રુટ્સ

બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (16:09 IST)
આજના સમયમાં કેંસર એક ભયાનક બીમારી બનીને સામે આવી રહી છે જેના સંકેતોને જાણવા ખૂબ જ જરૂરી છે. તેની ચપેટમાં ક્યારે કોણ આવી જાય તે કહી શકાતુ નથી. કેંસરની અનેક દવાઓ મળે છે. જેનાથી તેને થોડો કંટ્રોલ કરી શકય છે. પણ સંપૂર્ણ રીતે ખતમ નથી કરી શકાતો. કેંસરની બીમારીથી મુક્તિ મેળવવા માટે સમય સમય્પર શોધ કરવામાં આવે છે કે કંઈ વસ્તુ ખાવાથી કેટલા હદ સુધી તેનાથી રક્ષણ મળી શકે છે. 
 
કેંસરને લઈને ડોક્ટર્સનુ કહેવુ છે કે શરૂઆતી અવસ્થામાં ઓળખ થયા પછી તેની સારવારમાં સરળતા પણ રહે છે અને તેને કારણે થનારી મોતોને પણ રોકી શકાય છે. એક અનુમાન મુજબ પુરૂષોમાં કેંસરથી થનારા મોતમાં 31 ટકા ફેફ્સના કેંસર, 10 ટકા  પ્રોસ્ટેટ, 8 ટકા કોલોરેક્ટર, 6 ટકા પૈક્રિએટિક અને 4 ટકા લિવર કેંસર થી થાય છે. જો કે કેંસર શરીરના કોઈપણ ભાગ અને અંગને પ્રભાવિત કરી શકે છે. પરંતુ કેટલાક ખાસ સંકેતો દ્વારા તેની ઓળખ કરી શકાય છે.  
 
તાજેતરમાં જ એક રિસર્ચ મુજબ કેટલીક વસ્તુઓ ખાવાથી પેટનુ કૈંસર ખતરનાક ક્યારેય નથી થતુ. જો કે ચોંકાવનારા રિસર્ચ છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રોજ નિયમિત રૂપથી કાજુ, બદામ અને અખરોટ ખાવાથી મોટા આંતરડાંના કેંસર (કોલોન કેંસર)નો ખતરો ઓછો થાય છે અને કેંસરથી મૃત્યુનુ જોખમ રહેતુ નથી. 
 
અખરોટ બદામ અને પિસ્તા જેવા સુકા મેવા (ડ્રાય ફ્રુટ્સ) તમારા આરોગ્યને ઠીક રાખે છે સાથે જ આ કેંસર જેવી ગંભીર બીમારીથી મુક્તિ અપાવે છે. આ સ્ટડી અમેરિકાની યેલ યૂનિર્વસ્રિટીમાં કરવામાં આવી આ શોધ માટે શોધકર્તાએ 826 પ્રતિભાગીઓને સામેલ  કર્યા. 
 
શોધકર્તાઓએ જોયુ કે નિયમિત રૂપથી દિવસભરમાં ઓછામાં ઓછા બે વાર અને દરેક અઠવાડિયે દિવસમા એકવાર ડ્રાઈફ્રુટસનુ સેવન કરનારાઓ આ બીમારીમાં મોટે ભાગે સુધાર જોવા મળ્યો. 
 
નિષ્કર્ષ માં જોવા મળ્યુ કે સુકા મેવાને ખાવાથી મોટી આંતરડાના કેંસરથી પીડિત લોકોમાં 42 ટકા સુધાર થયો અન્યમાં કેંસરથી મોતનુ જોખમ 57 ટકાની કમી જોવા મળી. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર