અમદાવાદમાં એકલવ્ય સ્કૂલના શિક્ષકે ધો-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યો

શનિવાર, 9 ડિસેમ્બર 2023 (16:53 IST)
news nation

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલ ફરીથી વિવાદમાં આવી છે. ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોને કરાટેના શિક્ષક દ્વારા ન્યૂડ વીડિયો બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકોને ન્યૂડ વીડિયો બતાવવામાં આવ્યા હોવાની રજૂઆત લઈને મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ઉપર પહોંચી અને હોબાળો કર્યો હતો.

વાલીઓએ આવું કૃત્ય કરનારા કરાટે શિક્ષકને સસ્પેન્ડ કરવા અને તેની સામે કાર્યવાહી કરવા અંગેની માગ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલના ટ્રસ્ટી રમણભાઈએ જણાવ્યું હતું કે, વાલીઓ રજૂઆત કરવા માટે સ્કૂલ ઉપર પહોંચ્યા હતા. વાલીઓનો આક્ષેપ છે કે કરાટેના શિક્ષક દ્વારા તેઓના બાળકોને ન્યૂડ વીડિયો બતાવવામાં આવ્યા હતા. જોકે, આ બાબત સાચી છે કે ખોટી તે ખ્યાલ નથી. પરંતુ વાલીઓની રજૂઆતને પગલે શિક્ષકનું અમે રાજીનામું લઈ અને છૂટો કરી દીધો છે. આમ મામલે વાલીઓએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, કરાટેના શિક્ષક દ્વારા જે રીતે બાળકોને વીડિયો બતાવવામાં આવ્યો હતો. તેનાથી તેઓ ખૂબ જ ડરી ગયા હતા. બાળકોમાં એટલો ભય હતો કે તેઓ હવે સ્કૂલે જવા માટે પણ તૈયાર નહોતા. વાલીઓને આ બાબતે જાણ થઈ હતી જેથી આ બાબતની રજૂઆત કરવા માટે તેઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વાલીઓને સમજાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર