શરીરમાં લોહીની કમીને દૂર કરવા ડાયેટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, થોડા દિવસમાં જ દેખાશે ફરક

સોમવાર, 28 જૂન 2021 (19:01 IST)
Foods That Increase Your Hemoglobin Levels: શરીરમાં રહેલા લોહીમાં હીમોગ્લોબીનના નીચલા સ્તર આયરનની કમી એટલે એનીમિયા કહેવાય છે. હીમોગ્લોબિનની કમીથી વ્યક્તિમાં થાક, ત્વચાનો પીળુ પડવુ, શ્વાસ ફુલવો, ઝડપી કે અનિયમિત દિલની ઘડકન, ઉર્જાની કમી, વાળ ખરવા, હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર જેવા સામાન્ય લક્ષણ જોવા મળે છે. એવુ કહેવાય છે કે એક સ્વસ્થ વયસ્ક પુરૂષમં 14 થે 18 મિલીગ્રામ અને મહિલાના શરીરમાં 12 તહી 16 મિલીગ્રામ હીમોલ્ગોબિન હોવુ જોઈએ.  આ માત્રાથી ઓછુ હીમોગ્લોબિન હોય તો વ્યક્તિએ પોતાના ડાયેટમાં આ 5 વસ્તુઓ સામેલ કરવી જોઈએ. આવો જાણીએ તેના વિશે.. 
 
લોહીની કમીને દૂર કરવા માટે ડાયેટમાં સામેલ કરો આ 5 ફૂડ્સ 
 
અનાર - શરીરમાં લોહીની કમી દૂર કરવા માટે દાડમ સૌથી સારુ સ્ત્રોત માનવામાં આવે છે. તેમા આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન પ્રચુર માત્રામં જોવા મળે છે. જે શરીરમાં હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તેનુ રોજ સેવન કરવાથી લોહી કોશિકાઓ બનવામાં મદદ મળે છે. 
 
બીટ - બીટનુ સેવન કરવાથી પણ શરીરમાં હીમોગ્લોબિનનુ સ્તર વધવામાં મદદ મળે છે. તેમા ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, આયરન, વિટામિન એ અને વિટામીન સી રહેલુ છે. આ ઉપરાંત ફોલિક એસિડ, ફાયબર, મેગ્નીઝ અને પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે. તમે બીટને સલાદના રૂપમાં લઈ શકો છો. કે જ્યુસ બનાવીને પી શકો છો. 
 
ખજૂર - હીમોગ્લોબિનની કમી દૂર કરવામાં ખજૂર પણ તમારી મદદ કરી શકે છે. ખજૂરમાં પ્રચૂર માત્રામાં કોપર, મેગ્નેશિયમ, મૈગ્નીઝ, વિટામિન બી6, આચિન, પૈટોથેનિક એસિડ અને રિબોફ્લાવિન જેવા પોષક તત્વો હોય છે.  આ જ કારણ છે કે ખજૂરને આર્યનનો સમૃદ્ધ સ્ત્રો માનવામાં આવે છે.  લોહીની કમીને દૂર કરવા માટે તમે રોજ સવારે ખાલી પેટ ગરમ દૂધ સાથે ખજૂરનુ સેવન કરો. તેનાથી ખૂબ ફાયદો મળશે. 
 
મેથી - લોહીની કમી દૂર કરવા માટે મેથીનુ પણ સેવન ખૂબ લાભકારી માનવામાં આવે છે. તેમા ઉચ્ચ પ્રમાણમાં આર્યન રહેલુ છે. જેનાથી લાલ રક્ત કોશિકાઓને વધારવામાં મદદ મળે છે. મેથીના પાન અનેબીજ બંનેનુ સેવન લાભકારી હોય છે. 
 
પાલક - શરીરમાં હીમોગ્લોબીનની માત્રા વધરવામાં પાલકનુ સેવન પણ ખૂબ મદદ કરે છે. પાલકમાં ભરપૂર પ્રમાણમાં આયરન મળી આવે છે. જે શરીરમાં હીમોગ્લોબિનનુ સ્તર વધારવામાં મદદ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર