દહીં સાથે ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, આરોગ્ય માટે છે નુકશાનકારી

રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (09:43 IST)
ઉનાળામાં દહી ખૂબજ ફાયદાકારી હોય છે. તેના સેવનથી શરીરમાં ઠંડક બની રહે છે. દહીંથી  ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ પણ થતી નથી. દહીંમાં વિટામિન બી 2, બી 12 પ્રોબાયોટિક તત્વ પોટેશિય હોય છે. તેમજ જ્યારે દહીંનુ સેવન કેટલીક વસ્તુઓની સાથે કરાય તો ખૂબ નુકશાનકારી હોય છે. ઘણી વાર ઘરના વડીલ પણ દહીંની સાથે કેટલીક એવી વસ્તુઓ ખાવાની ના પાડે છે જેને પચાવવામાં શરીરને મુશ્કેલી હોય છે. 
 
દહીં અને દૂધ 
આ બન્નેનો સાથે સેવન કરવાથી ઘણા નુકશાન છે જેના વિશે આયુર્વેદમાં પણ જણાવ્યુ છે. ખીરની સાથે દહીં નહી ખાવી જોઈએ કે રાત્રે દહીં ખાદ્યા પછી દૂધ નહી પીવુ જોઈએ. આવુ કરવાથી ગૈસ, પેટમાં દુખાવો, ઝાડા, કબ્જિયાત જેવી પરેશાની થઈ શકે છે. આ બન્નેના સેવનના વચ્ચે ઓછામાં ઓછા 2 કલાકનો અંતર જરૂર રાખો. 
 
દહીં અને કેળા 
આમ તો સવારે નાશ્તામાં ઘણા લોકો દહીં અને કેળાનો સેવન કરે છે પણ આવુ કરવું ઘણા લોકોને સૂટ નહી કરતો. આવુ કરવાથી આખુ દિવસ ખરાબ થઈ જાય છે કારણકે તેનાથી ગભરાહટ અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. તેના સેવનથી ચર્મ રોગ પણ થઈ શકે છે. 
 
દહીં અને પાકેલી કેરી 
ઉનાડામાં ફળ પાકેલી કેરી લોકો ખૂબ ખાય છે. તેમજ દહીને પણ તેમની ડાઈટમાં શામેલ કરે છે. દહીંની તાસીર ઠંડી હોય છે અને પાકેલી કેરીની તાસીર ગર્મ હોય છે. તેથી બે જુદી તાસીરને વસ્તુઓના સેવન કરવથી પેટમાં ગડબડ થઈ જાય છે. સાથે જ સ્કિનથી સંકળાયેલી પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. રાત્રેના સમયે આ વસ્તુઓનો સેવન ન કરવું. 
 
દહીં અને ડુંગળી 
દહીંના રાયતાની સાથે સલાઅ ખાય છે. પણ આ નુકશાનકારી ત્યારે સિદ્દ થઈ શકે છે. રાયતામાં નાખેલી ડુંગળી પણ આરોગ્ય માટે ખરાબ હોય છે. તેને ખાવાથી ડાયરિયા, ઉલ્ટી સોરાયસિસિસ, એક્જિમા, પેટમાં દુખાવો જેવી સમસ્યા હોઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર