બર્ડ ફ્લૂનો પ્રકોપ
ભારતમાં બર્ડ ફ્લૂનો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (H5N1) દ્વારા થાય છે. આ એક વાયરલ ચેપ છે જે સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા અન્ય પક્ષીઓ, જાનવરો અને માણસોમાં ફેલાય છે. તેના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં પક્ષીઓને મારવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ
બર્ડ ફ્લૂ ઘણા પ્રકારના હોય છે, પરંતુ H5N1 એ પહેલો એવો એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે મનુષ્યને સંક્રમિત કરે છે. બર્ડ ફ્લૂ કુદરતી રીતે પ્રવાસી જળચર પક્ષીઓ ખાસ કરીને જંગલી બતક દ્વારા ફેલાય છે. તે પાલતુ મરઘીઓમા સહેલાઈથી ફેલાય જાય છે. આ રોગ સંક્રમિત પક્ષીઓના મળ, નાકનો સ્ત્રાવ, મોંઢાની લાળ અથવા આંખોમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવતા ફેલાય છે.
બર્ડ ફ્લૂનું જોખમ
સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો આ વાયરસથી સરળતાથી સંક્રમિત થાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે. મરઘાં ઉછેર સાથે સંકળાયેલા લોકોને ફેલાવવાનું સૌથી વધુ જોખમ ધરાવે છે. આ સિવાય સંક્રમિત સ્થળો પર જવુ, સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવવુ, કાચુ કે હાફ ફ્રાય ઈંડુ કે ચિકન ખાનારા અથવા સંક્રમિત દર્દીઓની સંભાળ લેતા લોકોને પણ બર્ડ ફ્લૂ થઈ શકે છે.
બર્ડ ફ્લૂના આ છે લક્ષણો
ચેપ બર્ડ ફ્લૂના કારણે ઉધરસ, ઝાડા, તાવ, શ્વસન સમસ્યાઓ, માથાનો દુ:ખાવો, માંસપેશીઓમાં દુ:ખાવો, પેટનોદુ:ખાવો, ઊલટી, ન્યુમોનિયા, ગળામાં દુ:ખાવો, નાક વહેવુ, બેચેની, આંખમાં ઈંફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે. જો તમને લાગે કે તમને બર્ડ ફ્લૂ હોઈ શકે છે તો પછી કોઈ બીજાના સંપર્કમાં આવતાં પહેલાં ડૉક્ટરને બતાવો.
બર્ડ ફ્લૂથી કેવી રીતે કરશો બચાવ
કેવી રીતે કરશો બચાવ - બર્ડ ફ્લૂથી બચવા થોડી સાવચેતી રાખવી જરૂરી છે. 15 સેકંડ સુધી તમારા હાથ ધોવા. સાબુથી વારંવાર હાથ ધોવા. સેનિટાઇઝર હંમેશા સાથે રાખો. જો તમે તમારા હાથ ધોતા ન ધોઈ શકો એવુ હોય તો સેનિટાઇઝ કરો.
ઉપયોગ પછી ટિશ્યુ પેપર ડસ્ટબિનમાં નાખો. જો તમે બીમાર છો, તો ભીડભાડવાળા સ્થળોએ જવાનું ટાળો. બર્ડ ફ્લૂની કોઈ રસી નથી, તેથી ફ્લૂ માટેની રસી પણ લઈ શકાય છે.