શિયાળામાં હૂંફાળા તડકાના આ 5 ફાયદા તમે જાણો છો..

ગુરુવાર, 30 નવેમ્બર 2017 (14:03 IST)
શિયાળાના મૌસમમાં તડકો  લેવાની એક અલગ જ  મજા  છે. આ ન માત્ર તમને શિયાળાના મૌસમમાં ગરમાહટ આપે છે પણ ઘણી સ્વાસ્થયની સમસ્યાઓથી પણ બચાવે છે. 
જો તમેને ખબર ન હોય તો જરૂર વાંચો. શિયાળામાં હૂંફાળો તાપ લેવાથી થનારા  આ 5 શારીરિક અને માનસિક સ્વાસ્થય લાભ -
1. તડકામાં બેસવાથી તમને ભરપૂર માત્રામાં વિટામિન ડી મળે છે જે તમારા હાડકાઓના વિકાસ માટે જરૂરી છે. તે સિવાય સાંધાના દુખાવા અને ઠંડના કારણ થનાર શારીરિક દુખાવામાં પણ આરામ મળે છે. 
 
2. શિયાળામાં તડકો  લેવાથી સૌથી મોટો ફાયદો છે કે ઠંડના મૌસમમાં તમારા શરીરને  ગરમી  આપે છે અને તમારી ઠંડીની અકડનથી પણ બચાવે છે. તડકો લીધા પછી આ દિવસોમાં તમારી કાર્યક્ષમતામાં વધારો થાય છે. 
 
3. ઉંઘ ન આવવાની સમસ્યા થતા દરરોજ તડકામાં બેસવું ખૂબ ફાયદાકારી હોય છે. તેનાથી મગજ પણ તનાવ મુક્ત રહે  છે અને રાત્રે ઉંઘ પણ સારી આવે છે.ઉંઘન માટે આ રામબાણ ઉપાય છે. 
 
4. શરીરના કોઈ ભાગ પર થનાર ફંગલ ઈંફેક્શનને ઠીક કરવા માટે તડકો લેવું ફાયદાકારી છે. ભેજ ના કારણે થનાર કીટાણુઓના સંક્રમણને રોકવામાં તડકો કારગર હોય છે. 
 
5. તડકામાં બેસવું શરીર લોહી જમવાની પ્રક્રિયાને રોકે છે અને લોહી સંચારને સારું કરે છે. સાથે જ ડાયબિટીજ અને હૃદય સંબંધી રોગોમાં પણ તડકો લેવું લાભકારી હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર