ચોખા બાફ્યા પછી, આપણે ઘણીવાર તેનું પાણી કાઢી નાખીએ છીએ અને તેને ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી આપણે પાણીની સાથે ચોખાના તમામ પૌષ્ટિક તત્વોને પણ ફેંકી દઈએ છીએ. પરંતુ આ ચોખાનું પાણી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ઘરનાં વડીલ કે તમારા નાની કે દાદીને ચોખાના પાણી વિશે પૂછી જોજો કે તેના શું ફાયદા છે. તમે જાણી લો કે ચોખાના પાણીને સ્ટાર્ચ પણ કહેવામાં આવે છે. જો તમે જાણી જશો કે ચોખાનું પાણી તમારી ત્વચા અને વાળ માટે કેટલું ફાયદાકારક છે અને તે તમને કઈ ગંભીર બીમારીઓથી બચાવી શકે છે, તો તમે આ પાણીને ક્યારેય ફેંકો નહીં. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે-
કબજિયાતમાં લાભકારી - જો તમે પેટ સંબંધિત સમસ્યાઓ અથવા બીમારીઓથી પરેશાન છો તો ચોખાનું પાણી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે સ્ટાર્ચ પીવું જોઈએ. ઉકાળેલા ચોખાનું પાણી પણ પાચનમાં સુધારો કરે છે, જે કબજિયાતમાં રાહત આપે છે.
સ્કીન માટે લાભકારી - ચોખાનું પાણી સ્કીનની હેલ્થ પણ ફાયદાકારક છે. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેનાથી તમારો ચહેરો ધોઈ લો, થોડીવાર રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો. અથવા રૂને સ્ટાર્ચમાં બોળીને ચહેરા પર લગાવો અને થોડી વાર પછી ચહેરો ધોઈ લો.