શરીરને ગુણકારી તલ- જરૂર જાણો આ 10 ફાયદા

મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (18:45 IST)
ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. 

તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે. 

* દરરોજ દાંત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ખાવ તેનાથી દાંત મજબુત થાય છે. 

* વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તલનું સેવન કરો. 

* દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે. 

*તલ પીસીને શુધ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને બળેલી જગ્યાએ આનો લેપ કરો. 

*કબજીયાત થવા પર પચાસ ગ્રામ તલ પીસીને તેની અંદર થોડુક ગળ્યું ભેળવીને ખાવ. 

* બાળક સુતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી તેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો. 

*તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો આનાથી ખાંસી દૂર થઈ જાય છે. 

*એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવાયું પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. 

*તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. 

*તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે. 

*ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.

*તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર