જમ્યા પછી તરત ઠંડુ પાણી ન પીશો - આમ તો ભોજન પછી પાણી પીવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ જરૂર પડતા વચ્ચે ઓછા તાપમાનવાળુ પાણી પી શકો છો. ઠંડુ પાણી તો બિલકુલ ન પીવુ જોઈએ કારણ કે જમ્યા પછી શરીરનું તાપમાન વધી જાય છે. જો આપણે ઠંડુ પાણી પીશુ તો આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચશે. શરીર માટે આમ તો કુણુ કે ગરમ પાણી જ લાભદાયક હોય છે. તેનથી આપણા શરીરના ખરાબ ટૉક્સિન પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે અને આપણે જાણતા-અજાણતા અનેક બીમારીઓથી દૂર રહીએ છીએ. પાણી હંમેશા ભોજન કરવાના એકથી દોઢ કલાક પછી જ પીવુ જોઈએ.