જમ્યા પછી તરત તમે પણ જાવ છો પેશાબ કરવા ? તો આ ગંભીર બીમારીના છે સંકેત

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (17:29 IST)
Frequent Urination Causes: પેશાબ (Urine) સાથે જોડાયેલ અનેક બીમારીઓ હોય છે જેનો યોગ્ય સય પર જાણ થઈ જાય તો ગંભીર સ્થિતિથી બચી શકાય છે.  યૂરિન દ્વારા તમારી હેલ્થને લઈને અનેક સંકેતો મળે છે.   વારેઘડીએ પેશાબ આવવી, પેશાબમાં બળતરા થવી, પેશાબ કરતી વખતે પેટના નીચલા ભાગમા  દુખાવો થવો જેવા લક્ષણ દેખાય તો લોકોએ સાવધાન થવાની જરૂર હોય છે. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે જમ્યા પછી તમામ લોકો પેશાબ કરવા જાય છે. બની શકે કે તમારી સાથે પણ આવુ થતુ હોય. સવાલ એ છે કે શુ જમ્યા પછી તરત પેશાબ જવુ નોર્મલ હોય છે કે કોઈ બીમારીનો સંકેત હોય છે. 
 
વિશેષજ્ઞોનુ માનીએ તો આ જરૂરી નથી કે જમ્યા પછી તરત પેશાબ જવુ કોઈ બીમારીના સંકેત હોય. આવુ થવુ નોર્મલ પણ હોય છે. જ્યારે કે કેટલાક મામલામાં આ કિડની, પ્રોસ્ટેટ, ડાયાબિટીજ કે યૂરિનરી ટ્રૈક્ટ ઈફેક્શન નો સંકેત હોઈ શકે છે.  જો તમારા ડાયેટમાં શુગરની માત્રા વધુ હોય તો તમને પેશાબ જવાની જરૂર પડી શકે છે. ગળ્યુ ખાવાથી તમારા શરીરનુ એસિડ લેવલ વધી જાય છે અને યૂરિનનુ પ્રોડક્શન પણ વધુ થાય છે. જો કે આ એવી કંડીશન હોય છે જેમા બેક્ટેરિયા સહેલાઈથી ઉછરી શકે છે અને ઈફેક્શનનુ કારણ બની શકે છે આવામાં ગળ્યુ ખાવાથી બની શકે છે. આવામાં વધુ ગળ્યુ ખાવાથી બચવુ જોઈએ. 
 
 કેવી રીતે કરશો બીમારીની ઓળખ ?
 
હેલ્થ સ્પેશ્યાલિસ્ટ મુજબ વધુ ગળપણવાળો ખોરાક લેવાથી બ્લડ શુગર લેવલ વધે છે.  જેનાથી શરીરમાં બનનારી પેશાબની માત્રા વધી જાય છે.  આવામાં જમ્યા બાદ પેશાબ જવુ નોર્મલ હોઈ શકે છે. જો કે જો તમે કશુ પણ ખાવ પીવો છો અને તમને યૂરિન માટે જવુ પડે છે તો આ કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે. આવામાં તમને તમારુ ચેકઅપ કરાવવાની જરૂર છે. આ ઉપરાંત જો તમે દિવસમાં 7-8 વારથી વધુ પેશાબ કરવા જાવ છો તો આ ડાયાબિટીઝ, પ્રોસ્ટેટ કે યૂરિનરી ટ્રૈક્ટ ઈફેક્શનના લક્ષણ હોઈ શકે છે. 
 
વારે ઘડીએ પેશાબ આવવાનુ મુખ્ય કારણ 
 
- પ્રોસ્ટેટના કદમાં વધારો
- પેલ્વિક ફ્લોર સ્નાયુ નબળા થવા 
-  સ્ટ્રોક અથવા ન્યુરોલોજીકલ રોગ
-  કિડની સંક્રમણ અથવા કિડની સ્ટોન
- વધુ પડતું પાણી પીવું
- ટાઈપ 1 અથવા ટાઈપ 2 ડાયાબિટીસ
- યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શન 
- લિકવિડ ડાયેટનુ સેવન 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર