પેટ્રોલ, ડીઝલ અને CNG ગેસ ડીસ્પેન્સર બાબતે ગ્રાહક સુરક્ષા વધુ સઘન બનાવાશે

શનિવાર, 30 નવેમ્બર 2019 (11:35 IST)
પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી. ગેસ ડીસ્પેન્સર બાબતે ગ્રાહક સુરક્ષા વધુ સઘન બનાવવાના ઉદ્દેશથી કાનૂનીમાપ વિજ્ઞાન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડના સંયુકત ઉપક્રમે રોજ અમદાવાદ ખાતે ‘ગુણવત્તા નિયંત્રણ’ વિષય પર વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં સીલીંગ પ્રક્રિયા, ઇ-કેલ લોગ્સ, કે-ફેકટરમાં ફેરફાર, તોલમાપના સીલ સાથે છેડછાડ, તોલમાપ પ્રમાણપત્રની ચકાસણી, મધર બોર્ડમાં એકસ્ટ્રા ફીટીંગ જેવા પેટ્રોલ-ડીઝલ પંપના ગુણવત્તા નિયંત્રણના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
 
ટેકનોલોજીના દુરૂપયોગને કાબૂમાં રાખવા કેવા પગલાં લેવા જોઇએ તથા વિવિધ ઓટોમેશન સુવિધાઓ વિશે કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના અધિકારીઓ/કર્મચારીઓને અને બી.પી.સી.એલ.ના અમદાવાદ તેમજ સુરત જિલ્લાના સેલ્સ અધિકારીઓ અને ઇજનેરોને આ વર્કશોપમાં માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાનૂનીમાપ નિયંત્રક ડી.એલ.પરમારે જણાવ્યું હતું કે, દિવસે-દિવસે બદલાતી ટેકનોલોજીથી નાગરિકોએ માહિતગાર રહેવું જોઇએ. આ વર્કશોપમાં નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાનના કર્મચારી-અધિકારીઓ તથા ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડના સેલ્સ અને ટેકનીકલ ક્ષેત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર