ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આસમાન પર પહોંચી કિમંતો

ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (12:20 IST)
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 84 રૂપિયા લીટર થઈ ગયુ છે. એક દિવસની રાહત પછી ગુરૂવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૃદ્ધિ નોંધવામાં આવી છે. આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં આવેલ તેજીની કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. 
 
જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગુરૂવારે કાચા તેલની તેજી થંભી ગઈ. પણ કિમંતો હજુ પણ લગભગ ચાર વર્ષના ઊંચા સ્તર પર બનેલી છે. તેલ વિતરણ કંપનીઓએ સતત છ દિવસ પછી બુધવારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. 
 
સૂત્રો મુજબ બજારના માહિતગાર બતાવે છે કે કાચા તેલના ભાવમાં આ અઠવાડિયે જોરદાર ઉછાળો આવ્યો છે.  જેનાથી આગળ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. 
 
ઈડિયન ઓઈલની વેબસાઈટમાંથી મળેલી માહિતી મુજબ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ગુરૂવારે પેટ્રોલના ક્રમશ 84 રૂપિયા 85.80 રૂપિયા 91.34 રૂપિયા અને 87.33 રૂપિયા પ્રતિ લીટર હતો. ચારેય મહાનગરોમાં ગુરૂવારે ડીઝલ ક્રમશ 75.45 રૂપિયા 77.30 રૂપિયા, 80.10 રૂપિયા અને 79.79 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર