ભારત દવાનો 60 ટકા જેટલો મોટો જથ્થો ચીનમાંથી આયાત કરે છે. ચીને હવે તેની આયાત ધીરે ધીરે ઘટાડવી શરૂ કરી દીધી છે. જેનાથી દેશમાં દવાઓની સમસ્યા થઈ શકે છે. દેશના મેડિકલ સ્ટોર્સ પર વિટામિન સી ની દવાઓછોડીને હાલ અન્ય દવાઓની પણ કમી તો નથી પણ એવુ માનવામાં આવી રહ્યુ છે કે ટૂંક સમયમાં જ એંટીબાયોટિક, સ્ટેયરોડ અને અન્ય દવાઓ સ્ટોર પર મળવી મુશ્કેલ થઈ શકે છે. દવાઓની સમસ્યા પાછળનુ કારણ છે કે ચીનની કંપનીઓ પોતાના સંયંત્રોને અપડેટ કરી રહી છે. કે પછી કેટલીક પર્યાવરણીય ચિંતાને કારણે બંધ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ બલ્ક દવાઓ બનાવનારી સામગ્રી ભારતમાં હાજર ન હોવાને કારણે તેમનુ વેચાણમાં પણ ઘટાડો આવ્યો છે. મેડિકલ ઉદ્યોગોના માહિતગારોનુ કહેવુ છે કે જો સ્થિતિમાં સુધાર નહી આવે તો દેશમાં દવાઓમાં કમી આવી શકે છે જે પરેશાનીનું કારણ બની શકે છે. મેડિકલ ઉદ્યોગો સાથે સંબંધિત કેટલાક લોકોનુ કહેવુ છે કે બલ્ક દવાઓનો સ્ટોક પણ ખતમ થઈ રહ્યો છે અને તેનુ વેચાણ કદાચ જલ્દી જ બંધ કરવો પડશે.