ભણશે ગુજરાત જીવના જોખમે, પ્રાથમિક શાળામાં છતના પોપડા પડતા 3 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (12:57 IST)
Gujarat school
ગુજરાતમાં  વિકાસની ગુલબાંગો વચ્ચે ફરી એક વાર એવો બનાવ સામે આવ્યો છે જેણે આવનારા ભવિષ્યને પણ બાનમાં લીધું છે. ગુજરાતમાં શિક્ષણ પ્રણાલીની ગુલબાંગો ફૂંકનારી સરકાર હવે જવાબ આપવા તૈયાર નથી. ફી બાબતે વાલીઓને ગોળ લગાડીને ચૂંટણી જીતી લીધી પણ હવે પ્રાથમિક શાળાઓમાં જીવના જોખમે શિક્ષણ મેળવતાં બાળકોનું શું થશે એ સવાલ હવે વાલીઓના મનમાં ચિંતાઓ પેદા કરવા માંડ્યો છે.  વિદ્યાર્થીઓને શિક્ષણની સારી સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા મોટી મોટી યોજનાઓ અને ખર્ચાઓ કરવામાં આવે છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અફાવ જોવા મળે છે. ત્યારે શુક્રવારે મુવાડા ગામે પ્રાથમિક શાળાની છતના પોપડા પડતા શાળાના 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી.
gujarat news

ધોરણ 1 નો એક અને ધોરણ 5 ના બે વિદ્યાર્થીઓ ને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે લુણાવાડા ખાતે આવેલી કોટેજ હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર