Paytm સતત વધી પેટીએમની મુશ્કેલીઓ, ઉચ્ચ અધિકારીઓ રાજીનામુ આપ્યો

ગુરુવાર, 9 મે 2024 (14:31 IST)
Paytm’s UPI transactions : ફિનટેક કંપની પેટીએમ ની મુશ્કેલીઓ સતત વધી રહી છે નેશનલ પેમેંટસ કાર્પોરેશન ઑફ ઈંડિયા ના તાજા આંકડા જણાવી રહ્યા છે કે પેટીએમએ એપ્રિલમાં સતત ત્રીજી મહીના UPI પેમેંટ્સમાં ગિરાવટ નોંધી છે એપ્રિલ મહીનામાં પેટીએમએ 111.71 કરોડ UPI પેમેંટસ પ્રોસેસ કરી જે માર્ચ ના 123 કરોડ અવરજવર કરતા 9 ટકાની ગિરાવટ છે આ જ કારણ છે કે પેટીએમ બજારમાં ભાગીદારીમા કમી આવી છે. 
 
પેટીએમ બજારની ભાગીદાર સતત ઓછી થઈ રહી છે. 
 
પેટીએમની એપ્રિલ મહીનામાં UPI ઈકોસિસ્ટમમાં 8.4 ટકા બજાર ભાગીદારી રહી છે. તેમજ ફેબ્રુઆરી મહીનામાં 10.8 ટકા અને માર્ચમાં 9.13 ટકા સુધી હતીૢ અત્યારે કંપની યુપીઆઈ ઈકોસિસ્ટમમા ત્રીજા સ્થાન પર છે. તો બીજી બીજી તરફ, ટોચની બે કંપનીઓ, PhonePe અને Google Payએ એપ્રિલમાં અનુક્રમે 650 કરોડ અને 502.73 કરોડ વ્યવહારો કર્યા હતા. કુલ ટ્રાન્ઝેક્શન નંબરમાં તેમનો હિસ્સો અનુક્રમે 48.8 ટકા અને 37.8 ટકા હોવાનો અંદાજ હતો. પેટીએમની પેટાકંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ બંને કંપનીઓએ UPI ટ્રાન્ઝેક્શનમાં તેમનો હિસ્સો વધાર્યો છે. 
 
પેટીએમના CBO અધિકારીઓએ આપ્યો રાજીનામા 
કંપનીની સતત ઘટતા બજારમાં ભાગીદારી પછી કંપનીના ટોચ સ્તરના અધિકારીઓના કંપની છોડવાના અધિકારીઓ કંપની છોડવાની પ્રક્રિયા ચાલુ રાખે છે. UPI અને યુઝર ગ્રોથના ચીફ બિઝનેસ ઓફિસર (CBO) અજય વિક્રમ સિંહ અને ઑફલાઇન પેમેન્ટ્સના CBO બિપિન કૌલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર