અત્યાર સુધીમાં 2 મિનિટમાં ફક્ત મેગી જ બનવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે ડિજિટલ ઇન્ડિયાના આ સમયમાં તમે 2 મિનિટમાં 2 લાખ રૂપિયા સુધીની લોન પણ મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે દેશના અગ્રણી ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમ (Paytm) એ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન સેવા શરૂ કરી છે.
EMI 36 મહિનામાં ચૂકવી શકાય છે
પેટીએમ મુજબ ગ્રાહક લોનની રકમ 18 થી 36 મહિનાની ઇએમઆઈમાં ચુકવી શકે છે. પેટીએમએ ગ્રાહકોને 2 મિનિટમાં લોન આપવા માટે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) સાથે સમજૂતી કરી છે. કંપનીનું કહેવું છે કે આનાથી પગારદાર લોકો, નાના વ્યવસાયના માલિકો અને પ્રોફેશનલ્સને લોન સરળતાથી મળી રહેશે.
લોનને સરળ બનાવવાનો છે પેટીએમનો ઉદ્દેશ્ય
પેટીએમ લેંડિંગના સીઇઓ ભાવેશ ગુપ્તા કહે છે કે લોકો તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા આ સુવિધા મેળવી શકે છે. ઘણા સ્થળોએ, બેંકિંગ સેવા દુર્ગમ હોવાને કારણે લોકો તેમના સપના પૂર્ણ કરવામાં અસમર્થ છે. પરંતુ હવે લોકો આ નવી પહેલથી ત્વરિત લોન લઇ શકશે.