કદી માલામાલ તો કદી કંગાલ, ખૂબ જ રસપ્રદ છે બિટકૉઈનની સ્ટોરી...

મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (18:10 IST)
ક્રિપ્ટોકરેંસી બિટકોઈન દુનિયાભરમાં એકવાર ફરી રોકાણકારોની પ્રથમ પસંદ બની ગઈ છે. 3 વર્ષ પહેલા તેજીને કારણે ચર્ચામાં આવેલ આ ક્રિપ્ટોકરેંસી એક વર્ષમાં લોકોને માલામાલ કરી દીધા છે. હાલ એક બિટકોઈનની કિમંત લગભગ 22.66 લાખ રૂપિયા ચાલી રહી છે.  જોકે આ કરેંસી જેટલી ઝડપથી લોકોને અમીર બનાવે છે એટલી જ ઝડપથી કંગાલ કરવા માટે પણ ઓળખાય છે.  આવો જાણીએ બિટકોઈન અને તેની ટ્રેડિંગ સાથે જોડાયેલ ખાસ વાતો.. 
 
શુ છે બિટકૉઈન : બિટકૉઈન એક વર્ચુઅલ કરેંસી છે. જેનો ઉપયોગ વૈશ્વિક સ્તર પર ફક્ત લેવડ દેવડ માટે કરી શકાય છે. કમ્પ્યુટર નેટવર્કો દ્વારા આ મુદ્રાથી કોઈ મઘ્યસ્થતાના લેવડ-દેવડ કરી શકાય છે. એવુ કહેવાય છે કે 2008-09 માં સંતોષી નાકામોતો નામના એક સોફ્ટવેયર ડેવલોપર બિટકોઈનને પ્રચલનમાં લાવી હતી. સરળ શબ્દોમાં આ તમારુ ડિઝિટલ પર્સ  હોય છે જેમા તમારી બિટકૉઈન મુકેલી હોય છે.  જેને તમે કોઈ બીજાના પર્સમાં સીધો નાખી શકે ક હ્હે. આ કરેંસીને ક્રિપ્ટોકરેંસી પણ કહેવામાં આવે છે. 
 
કેવી હોય છે બિટકૉઈનમાં ટ્રેડિંગ : બિટકોઈનમાં ટ્રેડિંગ ડિઝિટલ વૉલેટ દ્વારા હોય છે. તેની કિમંત દુનિયાભરમાં એક સમાન રહે છે અને અન્ય કરેંસીની કિમંતોની જેમ જ તેમા પણ ઉતાર ચઢાવ થાય છે. આ ડિઝિટલી કંટ્રોલ થનારી કરેંસી છે અને તેની ટ્રેડિંગ કોઈપણ સમયે કરી શકાય છે.  કોઈપણ દેશનુ નિયંત્ર ન હોવાથી તેની કિમંતો પર ભારે ઉતાર ચઢાવ થતો રહે છે. 
 
કેટલી સુરક્ષિત છે  બિટકોઈન - બિટ કોઈનમાં સાવધાની જરૂરી છે. તેના પર રિઝર્વ બેંક જેવા નિયામકનુ જ નિયંત્રણ નથી. બિટકોઈનને લઈને ડિસેમ્બર 2013માં રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ ચેતાવણી રજુ કરી હતી. તેમા એકાઉંટ હૈક થવાનો ખતરો પણ રહે છે. પાસવર્ડ જો ભૂલી ગયા તો તમને મોટુ નુકશાન થઈ શકે છે. પાસવર્ડ ભૂલ્યા પછી તેની રિકવરી થઈ શકતી નથી. આવામાં મોટુ નુકશાન થઈ શકે છે. 
 
ભારતમાં નથી ક્રિપ્ટોકરેંસીને માન્યતા - ભારતમાં હજુ બિટ કોઈન સહિત કોઈપણ ક્રિપ્ટોકરેંસીને કાયદાકીય માન્યતા મળી નથી. તેની ટ્રેડિંગમાં રિઝર્વ બેંક, સેબી સહિત કોઈપણ ભારતીય નિયામકનુ કોઈ નિયંત્રણ નથી. 
 
વેબસાઈટ હૈક કરી બિટકોઈને માગ્યુ હતુ દાન : જુલાઈ 2020માં અરબપતિ વેપારી બિલ ગેટ્સ, એલનમસ્ક સહિત દુનિયાના અનેક મોટા વેપારીઓ અને નેતાઓના ટ્વિટર એકાઉંટ હૈક કરી લેવામાં આવ્યા હતા. હૈક કરવામાં આવેલ એકાઉંટ પર કરવામાં આવેલ પોસ્ટમાં બિટકોઈનમાં દાન માંગવામાં આવ્યુ હતુ. ટેસ્લા અને સ્પેસ એક્સના પ્રમુખ એલન મસ્કના એકાઉંટ પરથી પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટમાં પણ કહેવામાં આવ્યુ હતુ કે આગામી એક કલાક સુધી બિટકોઈનમાં મોકલેલ પૈસાને બમણા કરીને પરત મોકલવામાં આવશે. 
 
GST લાગૂ કરવા માંગે છે સરકાર - આવકવેરા વિભાગે ફેબ્રુઆરી 2018માં બિટકૉઈનમાં પોતાનો પૈસો લગાવનારા કેટલાક લાખ લોકોને  નોટિસ મોકલી હતી. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) ના ચેયરમેન સુશીલ ચંદ્રએ કહ્યુ હતુ કે હવે વિભાગ આ પ્રકારના રોકાણ પર કર વસૂલીનો પ્રયાસ કરી રહી છે. જો કે સરકારે તેમા રોકાણ કરનારાઓ પર શિકંજો કસવામાં વધુ સફળતા ન મળી. હવે સરકાર તેના પર GST લગાવવાની તૈયારી કરી રહ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર