74માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આ નવી પ્રોડકટની એચડીએફસી બેંકના મેનેજીંગ ડિરેકટર આદિત્યપૂરીએ મુંબઈથી ડિજિટલ રજૂઆત કરી હતી. આ પ્રસંગે એચડીએફસી બેંકના બિઝનેસ હેડ, રૂરલ બેંકીંગ ગ્રુપ રાજીન્દર બબ્બર હાજર રહ્યા હતા.
રજૂઆત પ્રસંગે પૂરીએ જણાવ્યુ હતું કે “સશસ્ત્ર દળો અને તેમના પરિવારો માટે આ કાર્ડ રજૂ કરતાં હું અત્યંત સન્માનની લાગણી અનુભવું છું. વાયુદળના પરિવારમાંથી આવવાને કારણે ફરજ બજાવતા જવાનો તથા ઘરે તેમના પરિવારો ત્યાગ કરે છે અને જે હાડમારીનો સામનો કરે છે તે મેં નજીકથી જોયુ છે. અમે તેમના માટે કશુંક કરી ચૂક્યા હોવાથી મારી કારકીર્દી પૂર્ણ થઈ હોય તેવી મને એવી લાગણી થાય છે. અમારી પાસે જે રીતે કિસાનો માટે પ્રોડકટ છે તેટલી જ સારી પ્રોડકટ સશસ્ત્ર દળોના જવાનો માટે પણ છે. અમારી સુરક્ષા કરનારને અમારી આ સ્વાતંત્ર્ય દિનની ગિફ્ટ છે. જય જવાન, જય કિસાન, જય હિંદ.
શોર્ય કેજીસી કાર્ડથી સેનાના સશસ્ત્ર દળોના કર્મચારી પાકના ઉત્પાદન માટે તથા પાક લીધા પછીની જાળવણી માટે ખેતીની અને વપરાશી જરૂરિયાતો ખરીદી શકશે. તે આ ભંડોળનો ઉપયોગ ખેત મશીનરી, સિંચાઈનાં સાધનો તથા સંગ્રહ વ્યવસ્થા વગેરે ઉભાં કરવા માટે ખરીદી કરી શકશે. ધિરાણ સુવિધા સશસ્ત્રદળોના જવાનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.