કોરોના વાયરસના કહેરથી શેયર બજાર ધરાશાયી, 1000 અંક ગબડીને 39000ની નીચે સેંસેક્સ

શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (10:52 IST)
અઠવાડિયામાં અંતિમ વેપાર દિવસ એટલે કે શુક્રવારે શેયર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.  દુનિયાભરના શેયર બજારમાં હાહાકાર મચી ગયો છે. સવારે 9.34 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેજનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ  1,044.18 અંક એટલે કે 2.63 ટકાના ઘટાડા પછી 38,701.48 ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.  બીજી બાનુ નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી  301.60 અંક એટલે કે 2.59 ટકાના ઘટાડા પછી 11,331.60ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. ઘરેલુ શેયર બજારમાં ભારે ઘટાડાથી થોડાક જ મિનિટમાં રોકાણકારો લગભગ ચાર લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. 
 
દુનિયાભરના શેયર બજારમાં હાહાકાર 
 
ચીનની બહાર પણ કોરોનાવાયરસ ફેલવાને કારણે વૈશ્વિક બજારમાં ઘટાડાનો ટ્રેંડ ચાલુ છે. જેને કારણે રોકાણકારો બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે. સતત છ દિવસથી બજારમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકાનો શેયર માર્કેટ 2008 પછી સૌથી નીચલા સ્તર પર આવી ગયુ છે. ડાઉ જોસમાં એક દિવસમાં સૌથી મોટી  1,191 અંકનો ઘટાદો નોંધાયો છે.  જેમા ચાર ટકાની કમી આવી છે.  દક્ષિણ કોરિયા, ઈટલી અને ઈરાનમાં પણ આ વાયરસનો પ્રબહવ જોવા મળ્યો છે. અમેરિકી અર્થવ્યવસ્થા પર પણ તેનો પ્રભાવ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 
 
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ગુરુવારે ચાર ટકાથી વધુનો ઘટાડો થયો છે. વેપારીઓને ડર છે કે કોરોના વાયરસની અસર ક્રૂડ તેલની માંગ પર પડી શકે છે, ખાસ કરીને મોટા ગ્રાહક દેશ ચીનથી એપ્રિલ ડિલિવરી માટેનો બ્રેન્ટ ક્રૂડ 2.૨ ટકા ઘટીને 51.20 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો, જ્યારે ન્યુ યોર્કનું ડબલ્યુટીઆઈ (વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ) ક્રૂડ તેલ તે જ મહિનામાં લગભગ 5 ટકા ઘટીને 46.31 ડોલર થયું હતું.
 
નિફ્ટીની વાત કરીએ તો તેનો હાલ પણ એવો જ છે 50 શેરમાંથી કોઈપણ શેર લીલા નિશાન પર નથી જોવા મળ્યો. જો વધારે ઘટાડાની વાત કરવામાં આવે તો ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, વેદાંતા અને વજાજ ફાઈનાન્સનો પણ સમાવેશ કરવામાં આવે છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર