મોટોરોલા ઈંકે એવી જાહેરાત કરી છે કે તે તેના વૈશ્વિક કાર્યદળના 4.5 ટકા એટલે કે 3 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે, જેથી તેની સંકટગ્રસ્ત સેલફોન કંપનીના નવીનીકરણની યોજનાને ટાળી શકે.
અમેરિકાની સૌથી મોટી મોબાઈલ નિર્માતા કંપની મોટોરોલાએ ગુરુવારે તેના 40 કરોડ ડોલરના નુકસાનની જાહેરાત કરી હતી. જેના કેટલાક કલાકો બાદ જ 3 હજાર કર્મચારીઓની છટણી કરી તેમને હેંડસેટ ડિવિઝ્નમાં મૂકવાની જાહેરાત કરી હતી. જેથી હેંડસેટ ડિવીઝ્ન માટેના નવા સ્ટાફની વરણીનો ખર્ચ બચાવી શકાય.
આ છટણીથી મોટોરોલાને આવતા વર્ષે 80 કરોડ ડોલરની બચત થશે, એવું કંપનીનું અનુમાન છે.