Foods to Prevent White Hair: જો નાની ઉંમરે માથા પર સફેદ વાળ દેખાવા લાગે તો તે ખૂબ જ નિરાશાજનક બાબત છે. સફેદ વાળ આપણા માટે એક બિનઆમંત્રિત મહેમાન જેવા છે, જેની હાજરી હંમેશા આંખે ઉડીને આંખે વળગે છે. આ કારણે નાના છોકરાઓ નાની ઉંમરમાં જ વૃદ્ધ કે 'કાકા' જેવા દેખાવા લાગે છે. વાળમાં મેલેનિનની અછતને કારણે આવી સ્થિતિ ઊભી થાય છે. ગ્રે વાળ આનુવંશિક કારણોસર પણ આવી શકે છે, પરંતુ સામાન્ય રીતે તે આપણી અવ્યવસ્થિત જીવનશૈલી, તણાવ અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને કારણે થાય છે. ચાલો જાણીએ કે એવા કયા ફૂડ્સ છે જે ખાવાથી વાળની સફેદી ઓછી થાય છે.
સફેદ વાળથી બચવા ખાઓ આ ખોરાક (Eat these foods to avoid gray hair)
ચણા
સફેસ ચણાનો ઉપયોગ સામાન્ય રીતે છોલા તૈયાર કરવામાં કરાય છે. જે ભારતનો એક ફેમસ ડિશ છે. આ રીતે ચણામાં વિટામિન બી 9 ની ભરપૂર માત્રા હોય છે. એક કપ સફેદ ચણામાં 11114 માઈક્રોગ્રામ વિટામિન બી 9 હોય છે, જે દરરોજની જરૂર (400 માઈક્રોગ્રામ) નો આશરે ત્રણ ગણુ છે.
ચિકન
હેલ્દી હેયર માટે આપણને વિટામિન B12ની જરૂર છે. આ માટે તમે ચિકન સાથે ઈંડા, દૂધ અને ચીઝનું સેવન કરી શકો છો. નોન-વેજ ફૂડના શોખીન લોકો માટે ચિકન મોટાભાગે ટોપ લિસ્ટમાં સામેલ હોય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તેને ઓછામાં ઓછા તેલમાં રાંધો નહીંતર કોલેસ્ટ્રોલ વધી શકે છે.