30 ની ઉમ્રમાં વાળ થવા લાગે છે સફેદ? તો આ રીતે કરવો મેથીનો ઉપયોગ

શુક્રવાર, 29 જુલાઈ 2022 (00:33 IST)
Fenugreek Benefits For Hair:  આ તો વધારેપણુ લોકોને ખબર છે કે મેથી અમારા વાળ માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. જી હા મેથી વાળની મૂળને મજબૂત કરવાનો કામ કરે છે. તેની સાથે જ મેથી સફેદ વાળની સમસ્યાઓને ઓછુ કરવાનો કામ પણ કરે છે. 
 
1. મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખવા, બીજા દિવસે સવારે તેની પેસ્ટ બનાવીને માથામાં લગાવો, થોડા દિવસો સુધી આમ કરશો તો વાળની ​​સફેદી દૂર થઈ જશે.

2. મેથીના ઔષધીય ગુણની ચર્ચા હમેશા કરાય છે. જો તમને તમારા વાળ ફરીથી ડાર્ક કરવા છે તો 2 ચમચી મેથી દાણાને પાણીમાં ઉકાળાની ઠંડુ કરી લો. હવે તે પાણીથી વાળને ધોવું. 
 
3. વાળના આરોગ્ય સારુ કરવા માટે મેથીનો ઉપયોગ ખૂબ કરાય છે. જો તમે આ મસાલાની સાથે ગોળનો સેવન પણ કરશો તો સફેદ વાળની પરેશાની જલ્દી જ છુટ્કારો મળશે. તે સિવાય મેથી હેયર ફોલ રોકવામાં પણ ખૂબ અસરદાર છે. 
 
4. મેથીના દાણાને વાટીને પાઉડર તૈયાર કરી લો હવે તેમાં લીંબૂનો રસ મિક્સ કરતા પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને વાળના મૂળમાં લગાવવો. તેનાથી ઓછી ઉમ્રમાં સફેદ વાળની સમસ્યા દૂર થઈ જશે. 
 
5. નારિયેળ તેલને સ્કિન અને વાળ માટે ફાયદાકારી ગણાય છે. તેની સાથે જો મેથી દાણાને વાટીને માથા પર લગાવશે તો ન માત્ર વાળ કાળા થશે પણ હેયર ફોલ અને ડ્રેંડ્રફથી પણ છુટકારો મળી જશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર