ભાજપ-અધ્યક્ષે કહ્યું, ગુજરાત સંગઠન અને સરકારની પ્રયોગશાળા છે, જેને દેશમાં લાગુ કરી આગળ વધારીશું

શુક્રવાર, 29 એપ્રિલ 2022 (13:27 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદમાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. હવે તેઓ કમલમ પર પહોંચી ગયા છે, જ્યાં તેમનું ઢોલ-નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે.પી. નડ્ડાને ટોપી પહેરાવીને સ્વાગત કર્યું હતું. કમલમ પર વજુભાઈ વાળા, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ પહોંચી ગયાં હતા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પેજ સમિતિનું મહત્ત્વ અને એને લઈ ઘર ઘર સુધી ભાજપ કંઈ રીતે પહોંચી શકે એનું મહત્ત્વ સમજાવ્યું હતું. ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીથી રાષ્ટ્રીય અધ્યક્ષને અવગત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સામાન્ય કાર્યકરની કામગીરીની કદર કરી પક્ષ યોગ્ય સ્થાન આપે છે.
 
પરિવારવાદની રાજનીતિને મોદીની વિકાસનીતિએ ટક્કર આપી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે,આજે ગુજરાત આવવાનું સૌભાગ્ય મળ્યું છે.ભાજપના વરિષ્ઠ નેતાઓ અને તમામ સાંસદ, ધારાસભ્યોને મળ્યો, હવે કાર્યકર્તાઓ સાથે મળીશ. ભારતની રાજનીતિનો સવાલ છે ત્યારે ગુજરાતની ધરતી પક્ષ માટે પ્રયોગશાળા રહી છે.વડાપ્રધાન મોદી મહામંત્રી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં ત્યારે જોવા મળ્યું છે કે ગુજરાતની છબી પણ વિશ્વ સ્તરે પ્રચલિત છે. રાજનીતિમાં ભાજપે જાતિવાદ,પરિવારવાદની રાજનીતિને મોદીની વિકાસનીતિએ ટક્કર આપી છે.

01:37 PM, 29th Apr
વિકાસવાદના દૂત બનીને ગુજરાતને આગળ લઈ જઈશું
કોરોના મહામારીમાં ભાજપે જ સેવા જ સંગઠન સુત્રથી કામ કર્યું છે. બાકીની પાર્ટીઓ ગ્રાસ રૂટ પર કામ નહોતી કરતી. ભારત હવે નિકાસનું હબ બની ગયું છે.નીતિ આયોગ પ્રમાણે ગુજરાત ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં એક નંબરે છે.ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અને સીઆર પાટીલના નેતૃત્વમાં પાર્ટી આગળ વધી રહી છે.ગુજરાત સંગઠન અને સરકારની પ્રયોગશાળા છે જે દેશમાં પણ લાગુ કરી આગળ વધારીશું. વિકાસવાદના દૂત બનીને ગુજરાતને આગળ લઈ જઈશું. અમે સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ સાથે આગળ વધી રહ્યાં છીએ.વિપક્ષે મજબૂત થવું જોઈએ. અમે પણ ઘણી જગ્યાએ વિપક્ષમાં છીએ.

01:31 PM, 29th Apr
ગુજરાત ભાજપ માટે એમ્બેસેડર છે
તેમણે ઉમેર્યું હતું કે, આજે એક જવાબદાર સરકાર છે અને રિપોર્ટ કાર્ડ જનતા વચ્ચે લઈને જઈએ છીએ. ગુજરાત ભાજપ સંગઠન અને સરકારની સાથે જનતા સાથેના જોડાણ માટેની પ્રયોગશાળા રહ્યું છે. ગુજરાત ભાજપ માટે એમ્બેસેડર છે. જ્યારે કોરોનામાં અમેરિકા અને યુરોપ લાચાર સમજતું હતું. ત્યારે બોલ્ડ નિર્ણયો કરીને વડાપ્રધાન મોદીએ લોકોને મહામારીમાંથી બહાર કાઢ્યાં. કોરોનામાં સમગ્ર વિશ્વમાં ઝડપથી અને વિશાળ વેક્સિનેશન સૌથી ઝડપી માત્ર ભારતમાં થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર